ગુજરાતમાં કોરોનાનાં નવા 987 કેસ, કુલ કેસ 1,71,040, વધુ ચારનાં મોત, કુલ મૃત્યુઆંક 3,708

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 987 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,71,040 પર પહોંચી ગયો છે. વધુ  દર્દીઓના મોત થયા છે.  રાજ્યમાં કુલ 3,708 દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1083 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 1,54,078 દર્દી સાજા થયા છે. જિલ્લા પ્રમાણે સ્થિતિ જોઈએ તો સુરતમાં પાછલા ચોવીસ કલાકમાં નવા 213 કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીના મોત થયા છે.

અમદાવાદમાં 171 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 1 દર્દીનું કરૂણ મોત થયું છે. વડોદરાની વાત કરીએ તો 117 નવા કેસ આવ્યા છે જ્યારે રાજકોટમાં 96 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 34 કોરોના કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે.

જ્યારે જામનગરમાં 28 કેસ, જૂનાગઢમાં 23, ભાવનગરમાં 18, મહેસાણામાં 33 અને બનાસકાંઠામાં 28 નવા કેસ નોંધાયા છે. આ સિવાય નર્મદામાં 27, કચ્છમાં 21, પાટણમાં 21 અને સાબરકાંઠામાં 20 નવા કોરોના કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 18, અમરેલીમાં 18, ગીર સોમનાથમાં 15 અને પંચમહાલમાં 13 નવા કોરોના કેસ નોંધાયા છે. ખેડા અને મોરબીમાં 12-12 કેસ, અરવલ્લીમાં 11 અને આણંદમાં 9 કેસ, ભરૂચમાં 7, દેવભૂમિ દ્વારકામાં 6 કેસ, છોટા ઉદેપુરમાં 4 અને દાહોદમાં 3 કેસ, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. બોટાદની વાત કરીએ તો 2 જ્યારે મહિસાગરમાં પણ 2 કેસ આવ્યા છે. પોરબંદરમાં 2 નવા કેસનો ઉમેરો થયો છે.