તાઈવાનને શસ્ત્રો વેચનારી અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્શે ચીન

તાઇવાનને શસ્ત્ર વેચાણને લઈને યુ.એસ. સાથે વધી રહેલા તનાવ વચ્ચે ચીને યુ.એસ. સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ચીને સોમવારે કહ્યું હતું કે તે બોઇંગ અને લોકહિડ માર્ટિન સહિતની ટોચની યુએસ સંરક્ષણ કંપનીઓને તાઇવાનને શસ્ત્રોની સપ્લાય કરવા પર પ્રતિબંધ મૂકશે. આ નિર્ણય પાછળ ચીને રાષ્ટ્રીય હિતો ટાંક્યા છે.

તાઇવાન અમેરિકાથી મોટા પાયે શસ્ત્રો ખરીદે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક અબજ ડોલરના 135 અબજની સ્લેમ-ઇઆર મિસાઇલો અને તેનાથી સંબંધિત સાધનોના વેચાણને મંજૂરી આપી છે. આ ઉપરાંત યુ.એસ.એ 43.61 મિલિયન ડોલરના ખર્ચે 11 રોકેટ સિસ્ટમ એમ 142 લોંચર્સ અને સંબંધિત ઉપકરણો અને એમ.એસ.-110 રેકી પોડ અને 36.72 મિલિયનના ખર્ચે સંબંધિત ઉપકરણોના વેચાણને પણ મંજૂરી આપી છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘ચીન અનેક પ્રસંગોએ કહ્યું છે કે તાઇવાનને અમેરિકી શસ્ત્રો વેચવું એ’ ચીન નીતિ ‘ને અવગણીને સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું ઉલ્લંઘન છે . અમે તેની કડક નિંદા કરીએ છીએ. ‘

તેમણે કહ્યું કે, અમે અમારા હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાનું નક્કી કર્યું છે. અમે શસ્ત્રોના વેચાણમાં સામેલ યુએસ કંપનીઓને પ્રતિબંધ લગાવીશું. લિજિયાને કહ્યું કે યુએસ સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે જેમાં બોઇંગ, લોકહિડ માર્ટિન અને રેથિઓન સામેલ છે.

જો કે, યુએસ અને ચીન વચ્ચે બહુ સંરક્ષણ સહયોગ ન હોવાને કારણે આ કંપનીઓ પર પ્રતિબંધની શું અસર પડશે તે હજુ સુધી જાણી શકાયું નથી. ઝાઓએ કહ્યું કે ચીને યુએસને  ‘ચીન વન’ ના સિદ્ધાંતનું પાલન કરવા અને તાઈવાન સાથેના શસ્ત્રોના સોદા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, અમે આપણી સાર્વભૌમત્વ અને સુરક્ષા જાળવવા જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખીશું.

જણાવી દઈએ કે 1949 ના ગૃહ યુદ્ધમાં ચીન અને તાઇવાન વિભાજિત થયા હતા અને તેમની વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધ નથી. ચીને દાવો કર્યો છે કે લોકશાહી નેતૃત્વ ધરાવતું ટાપુ તેની મુખ્ય ભૂમિનો એક ભાગ છે. ચીને તેની ઉપર હુમલો કરવાની ધમકી આપી હતી.