ગુજરાતના ફિક્સ પગારદાર કર્મચારીઓ આનંદો: વણવપરાયેલી રજાઓનો પગાર થશે જમા

ગુજરાત સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે આજે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મીઓની વણવપરાયેલી રજાનો પગાર રોકડમાં જમા કરવામાં આવશે. એટલું જ નહીં, વણવપરાયેલી રજાઓને ૫ વર્ષ બાદ આગળ લઈ જઈ શકાશે. હિસાબ અને તિજોરી નિયામક કચેરીના પરિપત્રે હાલ રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મીઓની દિવાળી સુધારી દીધી છે.

રાજ્ય સરકારમાં પાંચ વર્ષ ફિક્સ પગાર હેઠળ નોકરી કરતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફિક્સ પગારમાં મળતી મેડિકલ રજાઓ વપરાયેલ ન હોય તે રજાઓ પૂરો પગાર થયા પછી જમા થશે સાથે જ ફિક્સ પગારના પાંચ વર્ષ બાદ આ રજાઓ આગળ લઈ જઈ શકાશે.

જો કે, હિસાબ અને તિજોરી નિયામક કચેરીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતો પરિપત્ર પણ જાહેર કર્યો છે, જેનો અભ્યાસ કરવો જરૃરી છે.