Googleએ તેની લોકપ્રિય એપ્લિકેશન બંધ કરી દીધી, 2011માં થઈ હતી લોન્ચ

ગૂગલે લાંબા સમય પછી ગૂગલ પ્લે મ્યુઝિક બંધ કરવાનું નક્કી કર્યું છે. જો કે, કંપનીએ યુટ્યુબ મ્યુઝિક શરૂ કરી ત્યારે જ તે સ્પષ્ટ થઈ શક્યું હતું.

ગૂગલ પ્લે મ્યુઝિક 8 વર્ષ પહેલા 2011 માં શરૂ થઈ હતી. તેને થોડો સમય બીટામાં રાખવામાં આવી હતી અને તે પછી તેને નવેમ્બર 2011 માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે ઓગસ્ટમાં ગૂગલે કહ્યું હતું કે હવે કંપની ધીરે ધીરે ગૂગલ પ્લે મ્યુઝિક બંધ કરશે. ઓક્ટોબર આવી ગયું છે અને કંપની વચન મુજબ યુ ટ્યુબ મ્યુઝિક સાથે બદલી રહી છે.

હવે ગૂગલ પ્લે મ્યુઝિકને સત્તાવાર રીતે બંધ કરવામાં આવી રહી છે. ગૂગલ પ્લે મ્યુઝિક એપ્લિકેશન ખોલતાં, Google Play Music No longer Available મેસેજ  જોવા મળી રહ્યો છે.

જો કે તમે ગૂગલ પ્લે મ્યુઝિકથી યુટ્યુબ મ્યુઝિક પર ટ્રેક્સ માઈગ્રેટ્સ કરી શકો છો. Manage your dataનો ડેટાનો ઓપ્શન પણ દેખાઈ રહ્યો છે.આના થકી ગૂગલ પ્લે મ્યૂઝિકમાંથી તમારા લાયબ્રેરી ડાઉનલોડ કરી શકાશે.

તમે ઇચ્છો તો અહીંથી તમે રેકેમેન્ડેશન હિસ્ટ્રી પણ કાઢી શકો છો. યુટ્યુબ મ્યુઝિકના આગમન પછી, પ્લે મ્યુઝિકનો સ્પષ્ટ ઉપયોગ થયો ન હતો.