પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ હોસ્પિટલમાં દાખલ, એન્જીયોપ્લાસ્ટી થઈ

ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કપિલ દેવ એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર કપિલ દેવની તબિયત સુધારા પર છે.

તમને જણાવી દઈએ કે કપિલ દેવ 61 વર્ષના છે, ક્રિકેટને અલવિદા કહ્યા પછી, તેઓ સતત કોમેન્ટરી કરતા જોવા મળ્યા છે. આ સિવાય કપિલ દેવ ઘણા ટીવી શોમાં પણ જોઇ શકાય છે.

કપિલદેવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર પછી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપવાનું આવવાનું શરૂ કર્યું છે. 1983 ની વર્લ્ડ વિનર્સ ટીમનો ભાગ રહેલા મદનલાલે ટ્વીટ કર્યું હતું કે કપિલદેવને જ્યારે થોડી મુશ્કેલી અનુભવાઈ ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોકટરો તેની દેખરેખ રાખી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ ઘરે પરત આવશે. અમે બધા તેમના સારા સ્વાસ્થ્યની ઇચ્છા રાખીએ છીએ.

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ કપિલ દેવના સ્વાસ્થ્ય માટે ચિંતાભર્યું ટ્વીટ કર્યું હતું અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

ભારતમાં ક્રિકેટને ઘરે ઘરે લાવવામાં કપિલ દેવનો મોટો ફાળો છે. 1983 ના વર્લ્ડ કપના વિજય પછી જ દેશમાં ક્રિકેટરોની નવી બેચ બનાવવામાં આવી હતી. કપિલ દેવ, જે હરિયાણાના છે, તેમણે 1978 થી 1994 દરમિયાન ભારતીય ટીમ માટે ક્રિકેટ રમ્યું હતું અને તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણાય છે.

કપિલ દેવે તેની કારકિર્દીમાં 131 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં પાંચ હજારથી વધુ રન અને 434 વિકેટ લીધી હતી. આ સાથે જ કપિલે 125 વનડેમાં 3783 રન બનાવ્યા હતા અને 253 વિકેટ લીધી હતી.