માલાબાર યુ્દ્ધાભ્યાસ મામલે ચીનનું સરકારી મીડિયા રઘવાયુ બન્યું : ભારત અમેરિકાની યુદ્ધ ધૂન પર નાચતુ હોવાનો આરોપ

ભારતે જ્યારથી માલાબાર યુદ્ધાભ્યાસ માટે અમેરિકા અને જાપાનની સાથે ઓસ્ટ્રેલિયાને પણ સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે ત્યારથી ચીનનું સરકારી મીડિયા ગણાતા ગ્સોબલ ટાઇમ્સમાં ભારત વિરુદ્ધની જ વાતો કરવામાં આવી રહી છે અને માલાબાર યુદ્ધાભ્યાસ માટે તો આ સરકારી મીડિયાએ ભારત પર આરોપ મુક્યો હતો કે અમેરિકાની યુદ્ધ ધૂન પર હિન્દ મહાસાગરમાં ભારત નૃત્ય કરવા માગે છે.

ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થક અખબાર ગણાતાં ગ્લોબલ ટાઇમ્સે મંગળવારે એક લેખમાં ભારત-ચીન સીમા વિવાદ મામલે ફરી ભારત પર નિશાન તાક્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે સોમવારે માલાબાર યુદ્ધાભ્યાસ માટે અમેરિકા અને જાપાનની સાથે ઓસ્ટ્રેલિયાને આમંત્રણ મોકલ્યું છે. અખબારે કહ્યું કે, જુલાઇમાં ભારતના મીડિયાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને નૌકાસેનાના અભ્યાસમાં સામેલ કરવા આમંત્રણ આપ્યું. આ ન માત્ર ભારત અને ચીન વચ્ચે વધતાં તણાવની પ્રતિક્રિયા છે પરંતુ ક્વાડને પ્રોત્સાહન આપનાર અયોગ્ય કાર્યક્રમ પણ છે.

ગ્લોબલ ટાઇમ્સે લિયુ જોંગીના આ લેખમાં કહ્યું છે કે, ચીન સાથે સીમા સંઘર્ષને એક બહાનાના સ્વરૂપે ઉપયોગ કરીને ભારત સક્રિય રૂપમાં ક્વાડના ભૌતિકીકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે. અખબારે કહ્યું કે, આ રીતે સૈન્ય સહયોગ નલા નાટો બનવાથી દૂર છે પરંતુ ચીન કોઇ પણ આપત્તિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાની જરૂર છે જેને હવે હિંદ મહાસાગરમાં સામનો કરવો પડી શકે છે.

અખબારે મોદી સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ઘરેલુ વિરોધને ખતમ કરવા માટે ગાલવાન ઘાટી સંઘર્ષેનો ઉપયોગ કરી રહી છે. આમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી હિંદ મહાસાગરમાં અમેરિકાના યુદ્ધની ધુન પર નાચવા માગે છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે ચીન સામા લોકતાંત્રિક સુરક્ષાના હીરા બનવા માટે ક્વાડની ઇચ્છા સતર્કતાનો ગૂણ છે. ચાર દેશોએ પહેલી જ એક પ્રારંભિક સૈન્ય ગઠબંધનની રચના કરી છે.