30 લાખ સરકારી કર્મચારીઓના પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર કરશે મોદી સરકાર

કોરોના રોગચાળા વચ્ચે, કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે 30 લાખ સરકારી કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. બોનસ નાણાં એક સાથે આપવામાં આવશે અને પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે. આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં કોરોના વાયરસને કારણે 4% કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું, હવે તેને મળવાનો માર્ગ સાફ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સરકારી કર્મચારીઓ માટે વિશેષ તહેવારની એડવાન્સ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના દ્વારા કર્મચારીઓ એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઇ શકે છે.