શા માટે દિનેશ કાર્તિકે KKRની કેપ્ટનશીપ છોડી દીધી? ગૌતમ ગંભીરે પડદા પાછળનું સત્ય કહ્યું

કોલકાતા નાઈટ રાઇડર્સ(KKR)ના કેપ્ટન દિનેશ કાર્તિકે મુંબઈ ઈન્ડિયન્સ સામેની ટીમની આઠમી લીગ મેચ પહેલા જ કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી ઇયોન મોર્ગનને ટીમની કમાન સોંપવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યું હતું કે દિનેશ કાર્તિકે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા આ પગલું ભર્યું હતું. જ્યારે કેકેઆરના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરનું માનવું છે કે આ બધી બાબતો સાચી નથી.

કપ્તાનને બદલવાની પાછળનું સત્ય સમજાવતાં ગંભીરે કહ્યું કે ક્રિકેટ સંબંધોની વાત નથી અને અહીં માત્ર પ્રદર્શન અને પ્રામાણિકતા જોવા મળે છે. મને નથી લાગતું કે ઇયોન મોર્ગન ખૂબ બદલી શકે છે. જો તે ટૂર્નામેન્ટની શરૂઆતથી જ કેપ્ટનશિપ કરી રહ્યો હોત, તો ઘણું બદલાઈ શક્યું હોત, પરંતુ ટૂર્નામેન્ટની મધ્યમાં કોઇને પણ બદલી કાઢવનું દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે કોચ અને કેપ્ટન વચ્ચેના સંબંધો સારા હોવા જોઈએ.

ગંભીરે કહ્યું કે, મને થોડો આશ્ચર્ય થયું કારણ કે તે છેલ્લાં અઢી વર્ષથી દિનેશ ટીમની કપ્તાની સંભાળી રહ્યો હતો અને તે સિઝનના મધ્યમાં દૂર થઈ ગયો હતો. તે આવું કરી શકતો નથી. કેકેઆર ખરાબ સ્થિતિમાં નથી કે તમારે કેપ્ટન બદલવું પડે અને તે આશ્ચર્યજનક છે. બે વખત ટીમનો ખિતાબ જીતનાર પૂર્વ કેપ્ટન ગંભીરે કહ્યું કે, જો તેમને કેપ્ટન બદલવો પડ્યો હોત, તો તેમણે સિઝનની શરૂઆતમાં આવું કરવુ જોઇતું હતું.

તેણે કહ્યું કે જો તમને લાગ્યું કે ટીમમાં વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે, તો તેને સીધી કેપ્ટનશીપ આપી દેઈ જોઈતી હતી. દિનેશ કાર્તિકને દબાણમાં ન મૂકવું જોઈએ. કાર્તિકને આટલા દબાણમાં રાખવાની શું જરૂર હતી? ગંભીરે કહ્યું કે તે સાંભળીને ખૂબ જ સારું લાગે છે કે હું મારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશીપ છોડી રહ્યો છું, પરંતુ તેની પાછળની સત્યતા એ છે કે ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર છે કે તેઓ તમારી સાથે ખુશ છે કે નહીં, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સત્ય એ છે કે મેનેજમેન્ટ તેની કેપ્ટનશીપથી ખુશ નહોતું, જેના કારણે આ પરિણમ આવ્યું છે.

દિનેશ કાર્તિકે છેલ્લા 8 મેચમાં 14 ની સરેરાશથી 112 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 58 રહ્યો છે જ્યારે ટીમે છેલ્લા ચાર મેચમાં જીત મેળવી છે અને 8 મેચમાં તેટલી મેચ ગુમાવી છે. કેપ્ટનશીપમાં ફેરફાર હોવા છતાં આઠમી મેચમાં ટીમ જીતી શકી નહીં અને કેકેઆરને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.