ગુપકાર ગ્રુપને રામ માધવે ગણાવ્યું મ્હોરું, કહ્યું,” કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો નહીં અપાય”

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા સામે રાજકીય પક્ષો એક થયા છે. શ્રીનગરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સહિત 6 પક્ષોની બેઠક પીપલ્સ અલાયન્સ રચવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુપકાર રોડ પર ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મહેબૂબા મુફ્તી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ જૂથ ગુપ્તાને મ્હોરું કહ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે શનિવારે ટ્વીટ કર્યું હતું કે ‘ગુપકાર ગ્રુપ ફક્ત એક મ્હોરું છે. દરેક કાશ્મીરી જાણે છે કે વિશેષ દરજ્જો પાછો આવવાનો નથી, અને તે ગુપકારોની માત્ર એક યુક્તિ છે. પરંતુ મોદી સરકાર માટે સારું છે કે 2019એ 1953ને બદલી કાઢ્યું. વેલકમ ટૂ રિઆલિસ્ટીક

કાશ્મીરના રાજકીય પક્ષો જમ્મુ-કાશ્મીર રાજ્યની સ્થિતિ, ભાગલા અને કલમ 370 હટાવવા બદલ ગુપકાર ગ્રુપ ભેગું થયું છે. નજરકેદથી મુક્ત થયા પછી ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, પીડીપીના મહેબૂબા મુફ્તી સહિતના ગુપકાર ગ્રુપનાં નેતાઓની મુલાકાત થઈ. જેમાં કલમ 370ને ફરીથી સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.

આ ગ્રુપમાં ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી અને સજ્જાદ લોન તેમજ જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોના નેતાઓ સામેલ છે જેમણે ચોથી ઓગસ્ટે સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. આ ગ્રુપ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની પુન:સ્થાપના માટે લડતા છ રાજકીય પક્ષોનું એક ગ્રુપ છે. આ ગ્રુપની રચના 22 ઔગસ્ટ 2019ના રોજ ગુપકાર રોડ પર ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. જૂથે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાની ગેરબંધારણીય ઘોષણા કરી છે અને તેની પુન:સ્થાપના માટેના સંઘર્ષની જાહેરાત કરવામાં આવી છે.