ઉકળાટમાંથી રાહત: પ્રથમ નોરતે ભરૂચને ધમરોળતો વરસાદ, સમગ્ર શહેર થયું પાણી-પાણી

હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં 17મીથી વરસાદ પડવાની આગાહી કરી છે. પાછલા બે દિવસથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે બાફ અને અસહ્ય ઉકળાટ વચ્ચે લોકોને આજે રાહત મળી છે.

ભરૂચ શહેરમાં આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. જ્યારે ભરૂચ જિલ્લાના આમોદ ,વાગરા,દહેજ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

બે દિવસથી ભારે ઉકળાટ બાદ કાળા ભમર વાદળોની ફોજ સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદ પડતાં સમગ્ર પથકમાં વાતવરણ ઠડુંગાર બની ગયું છે. વરસાદ પડતાં ખેડૂતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ભરૂચ જિલ્લામાં મેહુલિયાના લાંબા વિરામ બાદ આસો નવરાત્રીના પ્રારંભ થી જ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ભરૂચમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અચાનક મેહુલિયાની એન્ટ્રીના પગલે જાહેર માર્ગો ઉપર થી નીકળતા લોકોએ પણ સુરક્ષિત જગ્યા શોધવાનો વારો આવ્યો હતો

ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીના પ્રારંભે જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને આકાશમાં કાળા ડિંબાગ વાદળો ની ફોજ ઉતરી આવતા અચાનક વરસાદ તુટી પડતા ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદી ઝાપટું આવતા જ ભરૂચમાં પાણી પાણી થઇ ગયું હતું જેના પગલે ભરૂચ શહેરમાં વાતાવરણ ઠંડુબોર બની ગયું હતું જોકે અચાનક વરસેલા વરસાદના પગલે જાહેર માર્ગો ઉપરથી પસાર થઇ રહેલા લોકોએ વરસાદથી બચવા માટે શોપિંગ સેન્ટરોમાં સુરક્ષીત જગ્યા પકડવા માટે મજબૂર બન્યા હતા જોકે સતત વરસેલા વરસાદના પગલે ભરૂચ વાસીઓએ એક સાથે ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો ભરૂચ શહેરમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા