ઓખા-હાવરા તથા પોરબંદર-હાવરા સ્પેશિયલ સુપર ફાસ્ટ ટ્રેનો દોડશે, 21 ઓકટોબરથી ફેસ્ટીવલ ટ્રેનો થશે શરૂ

પશ્ચિમ રેલ્વે દ્વારા તહેવારોને ધ્યાને લઈ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઓખા-હાવરા ટ્રેન નં.02905 તથા 02906 ઉપરાંત પોરબંદર-હાવરા ટ્રેન નં. 09205 તથા 09206 શરૃ કરવામાં આવશે.

25 ઓકટોબરથી 29 નવેમ્બર દરમિયાન ઓખા-હાવરા ટ્રેન નં.02905 દર રવિવારે ઓખાથી સવારે 8ઃ10 કલાકે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે 3:35 કલાકે હાવરા પહોંચશે.

એ જ રીતે 27 ઓકટોબરથી 1 ડિસેમ્બર દરમ્યાન હાવરા-ઓખા ટ્રેન નં. 02906 દર મંગળવારે હાવરાથી રાત્રે 10:50 કલાકે ઉપડશે જે ત્રીજા દિવસે સાંજે 6:30 કલાકે ઓખા પહોંચશે. આ બંન્ને ટ્રેનો દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત નંદુરબાર, ભૂસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદીયા, રાજ નંદગાવ, દુર્ગ, રાયપુર, ભાટાપારા, બિલાસપુર, ચમ્પા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડકપુર સ્ટેશનોએ ઉભી રહેશે. આ ટ્રેનો માટે 22 ઓકટોબરથી સિલેકટેડ સ્ટેશનોની બુકીંગ ઓફિસ તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર રિઝર્વેશન થઈ શકશે.

21 ઓકટોબરથી 26 નવેમ્બર દરમિયાન ટ્રેન નં.09205, પોરબંદર હાવરા દર બુધવારે અને ગુરૃવારે સવારે 8 કલાકે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે 3ઃ35 કલાકે હાવરા પહોંચશે. એ જ રીતે 23 ઓકટોબરથી 28 નવેમ્બર દરમ્યાન ટ્રેન નં. 9206 હાવરા-પોરબંદર દર શુક્રવાર અને શનિવારે રાત્રે 10:50 કલાકે હાવરાથી ઉપડશે જે ત્રીજા દિવસે સાંજે 6ઃ10 કલાકે પોરબંદર પહોંચશે.

આ ટ્રેનો જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભૂસાવયળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, રાજ નંદગાવ, દુર્ગ રાયપુર, ભાટાપારા, બિલાસપુર, ચમ્પા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશને ઉભી રહેશે.

ટ્રેન નં. 09205 પોરબંદર-હાવરા માટે 18 ઓકટોબરથી સિલેકટેડ સ્ટેશનની બુકીંગ ઓફિસ તથા આઈ.આર.સીટી.સી.ની વેબસાઈટ પરથી રીઝર્વેશન મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત બન્ને ફેસ્ટીવલ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેનોમાં સેકન્ડ કલાસ, સ્લીપર, થર્ડ એસી તથા સેકન્ડ એસી કોચ રહેશે. આ બન્ને ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે એટલે કે જે મુસાફરો રિઝર્વેશન કરાવેલું હશે તે જ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે.