પ્રથમ નોરતાએ માણસામાં પૂજા-અર્ચના અને આરતી કરતા ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13મી ઓક્ટોબરે ગુજરાત આવ્યા હતા અને આજે સાંજે તેમણે માણસામાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી. આજે નવરાત્રીની પ્રથમ રાત છે અને પ્રથમ રાત્રે તેમણે માણસા પહોંચીને માતાજીના દર્શન કર્યા હતા.

નવરાત્રિનું પર્વ હોવાથી પોતાના વતન માણસામાં પૂજા તેમજ આરતીમાં ભાગ લેવા ગુજરાત આવી પહોંચ્ય હતા. અમિત શાહ દર નવરાત્રિએ પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી-પૂજામાં ભાગ અવશ્ય લે છે.

અમિત શાહ પહેલેથી જ માણસાના બહુચર માતાજી પર ખૂબ આસ્થા છે. તેઓ ભાજપના કાર્યકરો, ધારાસભ્યો, રાજ્યના ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા પછી પણ તેઓ આ મંદિરે નવરાત્રિએ માતાજીના દર્શને કરવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.