લીંબડી બેઠક પરથી પૂર્વ દિગ્ગજ નેતા, કોંગ્રેસ સાંસદના પૌત્રનું ફોર્મ રદ્દ થયું, ચૂંટણી જંગ બની રહ્યો છે રોમાંચક

આગામી ત્રીજી નવેમ્બરે ગુજરાતમાં યોજાનારી નવેમ્બરે વિધાનસભાની પેટાચૂંટણી માટે ગઈ કાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના નારાજ દાવેદાર અને પૂર્વ સાંસદ-પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાણાના પૌત્ર ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આજે તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે. ટેક્નિકલ કારણોસર ફોર્મ રદ્દ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગોપાલ મકવાણાએ આ અગાઉ કહ્યું હતું કે હું ફોર્મ પાછું ખેંચવાનો નથી. હું અપક્ષ લડીશ અને જીતીશ. કોંગ્રેસે છેક સુધી ટીકીટ આપીશું એમ કહ્યુ અને છેલ્લે કોળી સમાજને ટીકીટ ન આપી. એટલે મેં અપક્ષ ઉમેદવારી કરી છે. મારો ભાજપ કે કોંગ્રેસ કોઇએ સંપર્ક કર્યો નથી. આમ, જીતનો દાવો કરનાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થઈ ગયું છે.