કોવિડ -19 રસી: સ્પુતનિક-Vનું પરીક્ષણ ભારતમાં કરાશે, ડો.રેડ્ડીને મંજૂરી મળી

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા દ્વારા પ્રથમ પ્રસ્તાવનો ઇનકાર કર્યા પછી ડો. રેડ્ડીને આખરે રશિયન કોવિડ -19 રસી સ્પુતનિક-Vના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. રશિયાએ સ્પુતનિકની લોન્ચ સાથે વિશ્વની પ્રથમ કોરોના રસી હોવાનો દાવો કર્યો હતો.

ડો. રેડ્ડી અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) એ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે આ એક મલ્ટી-સેન્ટર અને રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલટેડ સ્ટડી હશે, જેમાં સલામતી અને રોગપ્રતિકારક શક્તિનો અભ્યાસ કરવામાં આવશે.”

રશિયા દ્વારા સ્પુતનિક-Vને મંજૂરી આપવામાં આવે તે પહેલાં ત્યાં ફક્ત થોડા લોકો પર જ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તેથી ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) એ ડો. રેડ્ડીની પ્રારંભિક દરખાસ્ત પર સવાલ ઉઠાવ્યા હતા કે ભારતની મોટી વસ્તી પર કેવી રીતે તેનું પરીક્ષણ કરવામાં આવશે. હાલમાં સ્પુતનિક-Vની નોંધણી પછીની ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે, જેમાં લગભગ 40 હજાર સહભાગીઓ સામેલ છે.

સપ્ટેમ્બરમાં ડો. રેડ્ડી અને આરડીઆઈએફ સ્પુટનિક-Vની ક્લિનિકલ ટ્રાયલ અને ભારતમાં આ રસીના વિતરણ અંગે ભાગીદારી નોંધાવી હતી. ભાગીદારીના ભાગરૂપે ભારતને સ્પુતનિકના 100 મિલિયન ડોઝ આપવામાં આવશે.

મેનેજિંગ ડિરેક્ટર અને ડો. રેડ્ડી લેબોરેટરીઝના સહ-અધ્યક્ષ જી.ડી.પ્રસાદે જણાવ્યું હતું કે, “અમે પ્રક્રિયા દરમ્યાન ડીસીજીઆઈની વૈજ્ઞાનિક ધારા-ધોરણોના કડક અમલ અને માર્ગદર્શનને સ્વીકારીએ છીએ. તે એક મોટી બાબત છે કે અમને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી છે અને અમે રોગચાળા સામે લડવા સલામત અને અસરકારક રસી લાવવા કટિબદ્ધ છીએ. ”

બીજી રસી એપિવાકકોરોના રશિયામાં નોંધવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ્સને નોવોસિબિર્સ્ક, સેન્ટ પીટર્સબર્ગ અને કિરોવના આરોગ્ય કેન્દ્રોમાં ત્રીજી રસીના પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ્સ માટે મંજૂરી આપવામાં આવી છે.