ગુજરાતમાં કોરોનાનાં નવા 1161 કેસ, કુલ કેસ 1,58,635, વધુ નવનાં મોત, કુલ મૃત્યુઆંક 3629

પાછલા ચોવીસ ક્લાક દરમિયાન ગુજરાતમાં કોરોનાનાં નવા 1161 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસોનો આંકડો 1,58,635 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં વધુ નવ દર્દીઓએ અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુઆંક વધીને 3629એ પહોંચ્યો છે. પાછલા ચોવીસ ક્લાકમાં 1270 લોકોએ કોરોનાને પરાજ્ય આપ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 53,22,288 ટેસ્ટ કરાયા છે.

મળતી માહિતી મુજબ ચોવીસ ક્લાકમાં તાપી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. ત્યાં જ સુરતમાં 239 કેસ 2 મોત, રાજકોટમાં 92 કેસ 3 મોત, અમદાવાદમાં 183 કેસ 2 મોત, વડોદરામાં 116 કેસ 1 મોત, ગીર સોમનાથમાં 18 કેસ 1 મોત, જામનગર 74, ગાંધીનગરમાં 39, મહેસાણામાં 41, પાટણમાં 33, ભરૂચ 27, સાબરકાંઠા 24, મોરબી 21, જૂનાગઢમાં 41, અમરેલીમાં 20, બનાસકાંઠા અને ખેડામાં 17-17 કેસ, નર્મદા અને પંચમહાલમાં 16-16 કેસ, ભાવનગરમાં 18, કચ્છમાં 15, દાહોદ અને મહીસાગરમાં 12-12, આણંદ 8, દ્વારકા, પોરબંદરમાં 6-6 કેસ, છોટાઉદેપુર 5, અરવલ્લી અને નવસારીમાં 3-3 કેસ, બોટાદમાં 2, વલસાડમાં 1 નવો કેસ નોંધાયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં રાજકોટ કોર્પોરેશન 3, અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3629એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,40,419 નાગરીકો સાજા થઈ ગયા છે. 3629ના મોત નિપજ્યા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,587 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 79 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,508 સ્થિર છે.