અમદાવાદની માનસિક આરોગ્ય હોસ્પિટલના દર્દીઓની કમાલ, 30 હજાર દિવા તૈયાર કર્યા, તો કોઈ લેખક બન્યો

“મળી છે ઘણી માનસિક વ્યથાઓ છતા પણ ન અમે અંધકાર પાથરીએ…અધરા છે સવાલ અંધકારના..જવાબમાં અમે તો અજવાશ પાથરીએ..” આ પંક્તિઓને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે અમદાવાદમાં આવેલ માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ.. કોરોના મહામારીમાં સર્વત્ર પથરાયેલ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જવા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવાળી માટે ૩૦ હજાર દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ દિવળાઓ તૈયાર કરતા માનસિક રોગના દર્દી સતિષની કહાની દિલચસ્પ છે… અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના ૨૩ વર્ષીય સતીષને ૨૦૧૬માં મગજની તકલીફ ઉભી થઇ.તેઓને અવનવા અવાજો સંભાળવવા લાગ્યા તેની સાથે તેમને જમવાનું ભાવે નહીં પીવાનું ગમે નહીં ચાલવાની ઇચ્છા થાય નહીં ઉંધ આવે નહીં. માનસિક રીતે સતત તણાવગ્રસ્ત રહેતા. કોઇપણ જાતના કામમાં મન લાગતું નહીં.પરિસ્થિતી વણસતા પરિવારજનો અમદાવાદ ખાતે આવેલી માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા. માનસિક રોગની હોસ્પિટલમાં ૨ વર્ષ તેમની સારવાર ચાલી….સતત ૨ વર્ષ ચાલેલી સારવારના કારણે સતિષની વર્તણૂક સામાન્ય બનવા લાગી.. તે માનસિક સ્વસ્થ થવા લાગ્યો. આજે સમય એવો આવ્યો છે કે સતિષ માનસિગ રોગમાંથી બહાર આવી મહદઅંશે સાજો થઇ કવિ / લેખક બન્યો છે.આજે સતિષ સાંપ્રત સમયસ્યાઓ, મનોસ્થિતિ,તત્વજ્ઞાન ઉપર સરસ લેખ અને કવિતાઓ છે.

કોરોના મહામારીમાં ફેલાયેલ ડર ને દૂર કરવા તેઓએ લખેલી કવિતા અત્રે પ્રસ્તુત છે..
“યે સદકર્મો કા ફલ હે કી હમ બચ ગયે ..પર ડર લગતા હૈ જબ કોઇ હમ કો ટચ કરે…
બનતી બિગડી સબ કી વો બનાતા… ફીર કાહે કો હમ ડર કોરોના સે લગતા…
વો હી તો સબ કા કરતા ઘરતા… ફિર કાહે કા ડરના કોરોના…કુદરત સે નહીં બડા કોરોના…
જબ હૈ કુદરત તો કાહે કા ડરના કોરોના… કુદરત સે નહીં બડા કોરોના…કુછ પલ કા મહેમાન કોરોના”

માનસિક રીતે સ્વસ્થ થતા તેણે હોસ્પિટલના તબીબોને રોજગારી અર્થે પૂછ્યુ. મેન્ટલ હોસ્પિટલના ઓક્યુપેશનલ વિભાગના વર્કશોપમાં તેને રોજગારી પણ મળી. છેલ્લા ૧ વર્ષથી આ વિભાગમાં સતીષ ડે કેર તરીકેના કર્મચારી બની વિવિધ પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપે છે. દિવસમાં ૭ થી ૮ કલાક અથાગ મહેનત કરીને રોજગારી રળે છે.

આ વિભાગમાં સતિષે બોકસ, ફાઇલ,પગલુછણિયા,શેતરંજી, રૂમાલ બનાવવા જેવા વિવિધ કામ શિખ્યા. વિવિધ તહેવાર આવે ત્યારે દિવળા બનાવીને રંગરોગાન કરીને તેમા રુચિ વધવા લાગી. જેથી ખંતપૂર્વક કામ કરતા નિયમિત મહેનતાણુ પણ મળવા લાગ્યુ જેથી તેમના પરિવારમાં સતિષની મહેનત મદદરૂપ બની.

માનસિક આરોગ્યની હોસ્પિટલના ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વિભાગના ડૉ. સુનિતા મહેરિયા કહે છે કે “અમારે ત્યાં દર્દી માનસિક અસ્થિરતા સાથે આવે છે. તેની સારવાર કર્યા બાદ તે કામ કરવા યોગ્ય થવા લાગે, મગજથી સ્થિર થતો જણાય ત્યારે તેને ઓક્યુપેશનલ વિભાગમાં તેમની કુશળતા મુજબ વિવિધ કામ આપવામાં આવે છે. જે કારણોસર કંઇક પ્રવૃતિઓ કરીને તેઓ આત્મનિર્ભર બની શકે એમ તેઓ ઉમેરે છે.

અમારી હોસ્પિટલનો ઓક્યુપેશનલ વિભાગ ૧૯૭૮ થી કાર્યરત છે. જેમાં દર્દીઓમાં રહેલી સામાન્ય કુશળતા આધારિત પ્રવૃતિઓ કારાવવામાં આવે છે. માનસિક બિમારીમાં પ્રાથમિક તબક્કે દર્દી ગંભીર અવસ્થામાં હોય છે સારા-ખોટાની ઓળખ કરવા , પોતાને ગમતુ કામ કરવા સક્ષમ હોતા નથી. સારવાર બાદ થોડા સ્થિર થવા લાગે ત્યારે તેમને વોકેશન પ્રવૃતિઓમાં કાર્યરત કરાવવામાં આવે છે. મનોરોગ નિ્ષણાંત, ઇન્સ્ટ્રક્ટર,મેડિકલ ઓફીસર ની ટીમ દ્વારા આ કામગીરી કરાવવામાં આવે છે.

આ વિભાગમાં દર્દીઓની માનસિક સ્થિતિ અને કાર્યપધ્ધતિને ધ્યાનમાં રાખીને ૩૦ જેટલા વિવિધ ટ્રેડ તૈયાર કરવામાં આવ્યા છે. માનસિક બિમારીમાંથી થોડો સુધારો આવ્યો હોય તેવા દર્દીઓને આ પ્રકારના ટ્રેડમાં તેમની સ્કીલ આધારિત કામ આપવામાં આવે છે.આ કામ થકી તેઓ સતત કામમાં વ્યસ્ત રહીને વિચારો પર પણ કાબુ મેળવી શકે છે સાથે સાથે રોજગારી પણ રળી શકે છે.
રાઇટ ટુ રીહેબિલીટેશન અને રાઇટ ટુ એમ્પલોયમેન્ટઅંતર્ગત અહીના દર્દીને વોકેશનલ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. તાજેતરમાં કોરોના મહામારીમાં આત્મનિર્ભર અભિયાન શરૂ કરાવવામાં આવ્યુ જેને રાજ્યમાં  આગળ ધપાવવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે જ અમારી હોસ્પિટલના દર્દીઓ વિવિધ પ્રવૃતિ કરીને આત્મનિર્ભર બને તે હેતુસર આ વર્ષ અમે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી છે.

પીએમ મોદી દ્વારા વોકલ ફોર લોકલની નેમ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આપણે આપણા દેશમાં શહેરમાં બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા થઇએ . વિદેશી આયાતો પર નિર્ભર ન રહેવાનો ઉદ્દેશ છે. જેને ધ્યાનમાં રાખીને જ આ વર્ષની દિવાળીની ઉજવણી માટે આ હોસ્પિટલ દ્વારા વિવિધ ડિઝાઇનથી શણગારેલા આકર્ષક અને નયનરમ્ય ૩૦ હજાર જેટલા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સારવાર લઇ રહેલા દર્દીઓ અને સ્ટાફ મિત્રો , સ્વયંસેવકો દ્વારા લોકલ ફોર વોકલના અભિયાનને આગળ ધપાવવા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની પરિસ્થિતીઓમાં પ્રસરી રહેલા અંધકારમાથી અજવાળાની કિરણો જાગે તે હેતુસર હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમાજમાં સહકાર અને સ્વીકાર બંને વસ્તુઓ મળી રહે તે હેતુથી અહીના દર્દીઓ દ્વારા દિવળાઓ તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ , ખાનગી કંપની દ્વારા આ હોસ્પિટલને દિવળાઓના ઓર્ડર મળ્યા છે.આ રીતે આ હોસ્પિટલ દ્વારા આત્મનિર્ભરતા સાથે લોકલ ફોર વોકલ ના મંત્રને ચરિત્રાર્થ કરવામાં આવી રહ્યો છે.

ગર્લફ્રેન્ડ 23 મિત્રો સાથે ડેટ પર પહોંચી, બિલ જોઇને બોયફ્રેન્ડ ભાગ્યો, જાણો આખો મામલો

આજના જમાનામાં બોયફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ્સ માટે ડેટ પર જવાની વાત સાવ સામાન્ય બની ગઈ છે, પરંતુ ચીનમાં યુવકને ડેટ પર બોલાવવાનું ભારે પડી ગયું હતું. ગર્લફ્રેન્ડ તેના 23 મિત્રો અને સંબંધીઓ સાથે રેસ્ટોરન્ટમાં પહોંચી હતી, મોટુ બિલ જોઇને તેનો પ્રેમી સ્થળ પરથી છટકી ગયો હતો.

ખરેખર, ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સોશિયલ મીડિયા અને ફોન દ્વારા એકબીજાની નજીક આવેલા પ્રેમી પંખીડાએ બ્લાઈન્ડ ડેટની યોજના બનાવી અને આ માટે એક રેસ્ટોરન્ટ પસંદ કરી. બંને અહીં પહેલા મળવાના હતા.

આ યુવક સમય પૂર્વે રેસ્ટોરન્ટ પહોંચ્યો અને તેની ગર્લફ્રેન્ડને મળવાની તૈયારી શરૂ કરી દીધો. તે યુવકની ગર્લફ્રેન્ડ ડેટ પર આવી હતી પરંતુ એકલી નહીં. તે 23 મિત્રો અને સબંધીઓને પણ સાથે લઈ આવી હતી.

શરૂઆતમાં બધું બરાબર હતું અને તેઓ એકબીજાને મળ્યા અને સાથે જમ્યા. આ પછી, જ્યારે બિલ રેસ્ટોરન્ટમાંથી યુવકને આપવામાં આવ્યું ત્યારે બિલ જોઈને ગભરાઇ ગયો અને ત્યાંથી ફરાર થઈ ગયો.

હકીકતમાં, યુવકે લગભગ 19800 યુઆન એટલે કે 2 લાખ 17 હજાર રૂપિયાનું બિલ ચૂકવવાનો વારો આવ્યો. બિલ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુવકે ભાગવું વધુ સારું માન્યું.

જ્યારે યુવતીએ જણાવ્યું કે તેણી તેના 23 મિત્રો અને સંબંધીઓ સાથે બ્લાઈન્ડ ડેડ પર પ્રેમીની ઉદારતા તપાસવા માટે આવી હતી. યુવક નાસી છૂટ્યા બાદ યુવતીએ માત્ર 2 લાખ રૂપિયાથી વધુનું રેસ્ટોરન્ટ બિલ ચૂકવવું પડ્યું હતું. જો કે યુવતીએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તે યુવક માત્ર બે ટેબલનું બિલ ચૂકવવા તૈયાર હતો.

મોહમ્મદ સિરાજે બનાવ્યો IPLનો અનોખો રેકોર્ડ, કોઈ બોલર નથી આસપાસ

નવી દિલ્હી : રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ચાલી રહેલી મેચમાં એક અનોખો આઈપીએલ રેકોર્ડ બનાવ્યો છે. ખરેખર, સિરાજે તેની પ્રથમ બે ઓવરમાં કોલકાતા તરફથી ત્રણ વિકેટ લીધી હતી. આ બંને ઓવર મેડન પણ રહી હતી. આ રીતે તે આઈપીએલના ઇતિહાસનો પહેલો બોલર પણ બની ગયો જેણે સતત બે મેડન ઓવરમાં બોલિંગ કર્યું હતું.

કોલકાતાનો પાવરપ્લેમાં સૌથી નીચો સ્કોર રહ્યો

સિરાજનો કહેર એવો હતો કે કોલકાતાની ટીમે આ મેચમાં આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઓછો પાવરપ્લે સ્કોર બનાવ્યો હતો. કેકેઆર છ ઓવર સુધી 4 વિકેટ પર 17 રન પર હતી. રેકોર્ડ જુઓ-

17/4 વિ આરસીબી, અબુ ધાબી 2020
21/3 વિ ડેક્કન, કેપ ટાઉન 2009
22/4 વિ સીએસકે, ચેન્નાઈ 2010
24/3 વિ પંજાબ, અબુધાબી 2014

આઈપીએલ: પાવરપ્લેમાં શ્રેષ્ઠ ઈકોનોમી (3 ઓવર)

સિરાજ: 0.7 (3 વિકેટ)
એડવર્ડ્સ: 0.7 (0)
અશ્વિન: 1 (1)
ઉમેશ: 1.3 (3)
હિલ્ફેનહાસ: 1.3 (2)
નેહરા: 3.3 (1)
પ્રવીણ: 1.3 (0)

30 લાખ સરકારી કર્મચારીઓના પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર કરશે મોદી સરકાર

કોરોના રોગચાળા વચ્ચે, કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે 30 લાખ સરકારી કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. બોનસ નાણાં એક સાથે આપવામાં આવશે અને પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે. આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં કોરોના વાયરસને કારણે 4% કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું, હવે તેને મળવાનો માર્ગ સાફ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સરકારી કર્મચારીઓ માટે વિશેષ તહેવારની એડવાન્સ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના દ્વારા કર્મચારીઓ એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઇ શકે છે.

બંગાળમાં NDAને મોટો આંચકો, GJMએ છોડ્યો સાથ, મમતા સાથે ચૂંટણી લડવાનું એલાન

બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએને વધુ એક આંચકો મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલા ગોરખા જનમુક્તિ મોરચા (GJM) ના નેતા બિમલ ગુરુંગ બુધવારે અચાનક કોલકાતામાં હાજર થયા હતા અને જાહેરાત કરી હતી કે તેઓ એનડીએ છોડી દે છે અને બંગાળમાં 2021ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાણ કરે  છે.

બિમલ ગુરુંગ કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં ગુરખા ભવનની બહાર જોવા મળ્યા હતા. તેઓ અહીં પહેલા ગોરખા ભવનની અંદર ગયા હતા જ્યાં બહારના લોકોને પ્રવેશવાની મંજૂરી નહોતી. ત્યારબાદ તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે રાજ્ય માટે કંઇ કર્યું નથી. ગોરખલેન્ડ અંગેની અમારી તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી.

બિમલ ગુરુંગે ભારતીય જનતા પાર્ટી પર તોડફોડનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ભાજપે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું નહીં, પરંતુ મમતા બેનર્જીએ તેમના તમામ વચનો પૂરા કર્યા. તેથી, હું મારી જાતને એનડીએથી અલગ કરવા માંગું છું.

બિમલ ગુરુંગ પર રાજ્યના કાલિમપોંગ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો અને 2017 માં દાર્જિલિંગના ચોકબજાર વિસ્તારમાં થયેલા વિસ્ફોટના મામલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ યુએપીએ હેઠળ આરોપ મૂકાયો હતો અને ત્યારથી તેઓ ફરાર છે.

‘વડા પ્રધાન મોદી-શાહે વચન પૂરું કર્યું નહીં’

ગોરખા જનમુક્તિ મોરચાના નેતાએ આજે ​​એક પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ લોકો બંગાળમાં ગોરખા સાથે કરેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીએ એનડીએ છોડી દીધું છે.

બિમલ ગુરુંગે કહ્યું, ‘ભાજપે કહ્યું હતું કે તે દાર્જિલિંગ હિલ્સ માટે કાયમી રાજકીય સમાધાન શોધી કાડશે અને 11 ગોરખા સમુદાયોને અનુસૂચિત જનજાતિ તરીકે માન્યતા આપશે, પરંતુ ભાજપ પોતાનું વચન પાળવામાં નિષ્ફળ ગયું.’ તેમણે એમ પણ કહ્યું હતું કે GJM હજી ગોરખલેન્ડ માટે પ્રતિબદ્ધ છે અને અમે તે પાર્ટીને ટેકો આપીશું જે 2024ની લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવશે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, 2021ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અમે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાથે જોડાણ કરીશું અને ભાજપને યોગ્ય જવાબ આપીશું. બિમલ ગુરુંગના આ નિર્ણય પછી એવું માનવામાં આવે છે કે ઉત્તર બંગાળના ડુંગરાળ વિસ્તારોમાં ઓછામાં ઓછી 10 બેઠકોની અસર ભાજપના વોટ બેંક પર પડી શકે છે. તમને જણાવી દઇએ કે એલજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા એનડીએથી અલગ થવાની અને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

રાજદ્રોહ કેસમાં કંગના રણૌતને પોલીસનું સમન્સ, તેની બહેન રંગોલી પણ સાણસામાં

રાજદ્રોહના કેસમાં બાંદ્રા પોલીસે બોલિવૂડની અભિનેત્રી કંગના રણૌત અને તેની બહેન રંગોલી ચંડેલને સમન્સ પાઠવ્યા છે. બંને બહેનોને અનુક્રમે સોમવાર અને મંગળવારે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. વકીલ વતી નોંધાયેલી ફરિયાદના આધારે આ કેસ બાંદ્રા કોર્ટના મેજિસ્ટ્રેટના હુકમ ઉપર નોંધવામાં આવ્યો હતો.

17 ઓક્ટોબર, 2020 ના રોજ, અભિનેત્રી કંગના રણૌત સામે મુન્વ્વર અલી ઉર્ફે સાહિલે મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કંગના રણૌત પર આઈપીસીની કલમ 153 એ, 295 એ, 124 એ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

રાજદ્રોહના આ કેસમાં કોર્ટે પોલીસને તાકીદે આગળની કાર્યવાહી અને તપાસ કરવા આદેશ આપ્યો છે. હવે પોલીસે કંગના રણૌત અને તેની બહેન રંગોલી ચંડેલને પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. બંને બહેનોને સોમવાર અને મંગળવારે પોલીસ સમક્ષ જવાબ માટે હાજર રહે તેવી શક્યતા છે.

જણાવી દઈએ કે, કાસ્ટિંગ ડિરેક્ટર સાહિલ અશરફ સૈયદની ફરિયાદ બાદ બાન્દ્રા કોર્ટે તાજેતરમાં કંગના અને તેની બહેન સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંગના રણૌત સતત બોલિવૂડને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માંડીને ટીવી સુધી, બધે જ તે બોલિવૂડની વિરુદ્ધમાં બોલી રહી છે. તે બોલિવૂડને સતત નેપોટિઝમ અને ફેવરિટિઝમનું કેન્દ્ર કહે છે.

આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનું PM મોદી 24મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી કરાવશે શુભારંભ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મહત્વના આરોગ્ય,પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો દેશના વડાપ્રધાન મોદી આગામી તા.૨૪મી ઓક્ટોબરે દિલ્હીથી વર્પ્યુઅલી શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી રૂપાણી અને ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ જૂનાગઢ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સહભાગી બનશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સન્ટીટ્યુટને 470 કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકોકે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાશે.

તેમણે ઉમેર્યુ કે, દેશના સૌથી મોટા રોપ વે-ગિરનાર રોપવેનું પણ આ જ દિવસે લોકાર્પણ કરાશે. ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના દર્શન માટે 10 હજારથી વધુ પગથિયા ચડીને જવું પડતુ હતું. એમાંથી યાત્રિકો-વૃદ્ધો , બાળકોને મુક્તિ મળશે અને રોપવેના દ્વારા દર્શનનો લાભ લઇ શકશે. સાથે સાથે ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયન જોવા માટે લાખ્ખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપ વે નું નવું નજરાણું આહલાદક બની રહેશે. રોપ વે ધ્વારા ગીરનારના જંગલને જોવાનો અનેરો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવીધા મળે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બે થી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’નો પણ આ જ દિવસે વડાપ્રધાન દ્વારા શુભારંભ કરાવાશે. આમ, રાજ્યના નાગરિકોને આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેની સિંચાઇ સુવીધા માટેના આ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજ્યના નાગરિકોની સુખાકારી વધશે અને વધુને વધુ સવલતો મળતી થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Jioએ મોબાઈલ વેબ બ્રાઉઝર Jio Pages લોન્ચ કર્યું, જાણો તેની સુવિધાઓ શું છે

રિલાયન્સ જિયોએ Jio Pages નામનું વેબ બ્રાઉઝર લોન્ચ કર્યું છે. ખરેખર આ પહેલાં જિયો બ્રાઉઝર હતું જેને કોઈ ખાસ ટ્રેક્શન ન મળી શક્યું.

હવે કંપની Jio બ્રાઉઝરની જગ્યાએ Jio Pages લાવી છે. જિઓ બ્રાઉઝરની તુલનામાં આમાં ઘણા ફેરફારો થયા છે.

ચાઇનીઝ લોકપ્રિય વેબ બ્રાઉઝર યુસી પર પ્રતિબંધ મૂકાયો હોવાથી, કંપની વેબ બ્રાઉઝર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેથી વપરાશકર્તાઓ તેની બાજુ આવી શકે.

જિયો પૃષ્ઠોમાં 8 ભારતીય ભાષાઓને સમર્થન આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ડેટા બ્રાઉઝર પણ આ બ્રાઉઝર સાથે કેન્દ્રિત છે.

જિયો પેજ ખરેખર ક્રોમિયમ બ્લિંગ એન્જિન પર વિકસિત છે. કંપનીએ કહ્યું છે કે તે ઝડપી પૃષ્ઠોને લોડ કરે છે, મીડિયા કાર્યક્ષમ સ્ટ્રીમિંગ કરે છે અને વપરાશકર્તાઓને એન્ક્રિપ્ટેડ કનેક્શન મળે છે.

માનક મોબાઇલ વેબ બ્રાઉઝર્સની જેમ, તમે કોઈપણ શોધ એંજિનને ડિફોલ્ટ બનાવી શકો છો. તેમાં ડાર્ક થીમ પણ છે.

ગુજરાતમાં કોરોનાનાં નવા 1137 કેસ, કુલ કેસ 1,62,985,વધુ નવનાં મોત, કુલ મૃત્યુઆંક 3663

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનં નવા 1137 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોનો આંકડો વધીને 1,62,985 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં વધુ નવ દર્દીઓએ અંતિમ શ્વાસ લેતા કુલ મૃત્યુઆંક વધીને 3663 પર પહોંચ્યો છે. જ્યારે 1180 લોકોએ પાછલા ચોવીસ કલાકમાં કોરોનાને પરાજ્ય આપ્યો છે. મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.03 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,986 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 55,32,522 ટેસ્ટ કરાયા છે.

પાછલા ચોવીસ દરમિયાન સુરત કોર્પોરેશન 169, અમદાવાદ કોર્પોરેશન 165, વડોદરા કોર્પોરેશન 77, સુરત 70, રાજકોટ કોર્પોરેશન 69, મહેસાણા 48, વડોદરા 41, જામનગર કોર્પોરેશન 40, રાજકોટ 35, ગાંધીનગર કોર્પોરેશન 29, કચ્છ 26, પાટણ 26, જામનગર 25, ભરૂચ 23, દાહોદ 23, પંચમહાલ 22, સાબરકાંઠા 22, સુરેન્દ્રનગર 20, અમરેલી 19, નર્મદા 19, ગાંધીનગર 17, બનાસકાંઠા 16, જુનાગઢ 15, આણંદ 13, અમદાવાદ 12, ખેડા 12, ગીર સોમનાથ 11, જુનાગઢ કોર્પોરેશન 11, ભાવનગર કોર્પોરેશન 9, મોરબી 9, અરવલ્લી 7, મહીસાગર 7, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, નવસારી 4, પોરબંદર 4, તાપી 4, ભાવનગર 3, બોટાદ 3, ડાંગ 1, વલસાડ 1 કેસ નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ભરૂચ 1, ગીર સોમનાથ 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3663એ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,45,107 લોકો સાજા થઈ ગયા છે. આ ઉપરાંત હાલ 14,215 દર્દીઓ પૈકી 75 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,140 સ્થિર છે.

ખેડુતો માટે સ્પેશિયલ મેરેજ બ્યુરો, જાણો શું છે તેની ખાસિયતો

જ્યારે મોટાભાગના માતા-પિતા તેમની પુત્રી માટે સારી શિક્ષિત, નોકરી સહિત મોટી બેંક બેલેન્સ વાળા વરની અપેક્ષા રાખે છે, ત્યારે તેલંગાણાના કરીમનગરમાં 40 વર્ષીય ખેડૂતે કૃષિ ક્ષેત્રે મોટા થયેલા યુવાનો માટે નવવધૂ શોધવાની પહેલ કરી છે.

કરીમનગર ટાઉનના ઉપનગરીય તિમ્માપુર ગામના ખેડૂત અંજી રેડ્ડીએ ગયા અઠવાડિયે એક્સક્લુઝિવ મેરેજ બ્યુરોની શરૂઆત ખેડુતો માટે નવવધૂ મેળવવા માટે કરી હતી. તેને “રાયથુ મેરેજ બ્યુરો” નામ આપવામાં આવ્યું છે, જે ફક્ત જાતિ, ધર્મ અને ધર્મને ધ્યાનમાં લીધા વગર જ ખેડૂતો માટે છે.

રેડ્ડીએ કહ્યું કે “દેશના દરેક ભાગમાં બધી જાતિઓ, ધર્મો અને સમુદાયો માટે મેરેજ બ્યુરો છે. જોકે મેં નોંધ્યું છે કે મેરેજ બ્યુરોમાં નોંધણી કરાવતા મોટા ભાગના લોકો કર્મચારી, ઉદ્યોગપતિ, ઇજનેર, ડોકટરો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે જ્યારે ખેડૂત નથી. ”

જો કેટલાક ખેડુતો મેરેજ બ્યુરોમાં નોંધણી પણ કરે છે, તો તે મોટા જમીંદરો છે  અથવા જેમના અન્ય ધંધા છે. તેમણે કહ્યું કે ‘આવા લોકો જેમની આજીવિકા સંપૂર્ણપણે કૃષિ પર નિર્ભર છે, તેઓને ભાગ્યે જ કોઈ કન્યા મળે છે. જો કોઈ શિક્ષિત ખેડૂત પોતાનું નામ મેરેજ બ્યુરોમાં નોંધાવે છે, તો તેને સારો પ્રતિસાદ મળતો નથી. તેથી જ મેં ખેડૂતો માટે એક્સક્લુઝિવ મેરેજ બ્યુરો શરૂ કર્યો છે. ”

રેડ્ડીના કહેવા પ્રમાણે, તાજેતરમાં ગામડાઓમાં કૃષિ એક આદરણીય વ્યવસાય હતો અને ગામડાઓમાં પુત્રવધૂ શોધવાનું સરળ હતું. તેમણે કહ્યું કે કૃષિ પરિવારોની હાલની પેઢીની છોકરીઓ પણ ખૂબ શિક્ષિત અને મહત્વાકાંક્ષી બની છે. તેઓ શિક્ષિત અને રોજગારવાળા છોકરાઓ શોધે છે. પરિણામ એ આવ્યું છે કે જે યુવાનોએ કૃષિને તેમના વ્યવસાય તરીકે અપનાવ્યો છે તેઓને લગ્ન માટે પુત્રવધૂ મળવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.