આ 16 દેશોમાં ભારતીયો વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે, મોદી સરકારે આપી માહિતી

કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં માહિતી આપી છે કે વિશ્વના 16 દેશો એવા છે, જ્યાં પાસપોર્ટ ધરાવતા ભારતીયોને મુસાફરી માટે વિઝાની જરૂર હોતી નથી. આ દેશોમાં નેપાળ, માલદીવ, ભૂતાન અને મોરેશિયસ જેવા દેશોનો સમાવેશ થાય છે. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને આજે ગૃહને માહિતી આપી છે.

મુસાફરી માટે વિઝાની જરૂર ન હોય તેવા દેશોમાં બાર્બાડોઝ, ભૂતાન, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, હોંગકોંગ SAR, માલદીવ, મોરેશિયસ, મોન્ટસેરેટ, નેપાળ, ન્યુ આઇલેન્ડ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબેગો, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ અને સર્બિયાનો સમાવેશ થાય છે.

રાજ્યસભાના લેખિત જવાબમાં મુરલીધરને જણાવ્યું છે કે 43 દેશો વિઝા-ઓ-અરાઈવલની સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશો ભારતીય સામાન્ય પાસપોર્ટ ધારકોને ઇ-વિઝા સુવિધા પ્રદાન કરે છે.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વિઝા-ઓ-અરાઈવલ સુવિધા પ્રદાન કરનારા દેશોમાં ઇરાન, ઇન્ડોનેશિયા અને મ્યાનમારનો સમાવેશ થાય છે, અને શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને મલેશિયા એવા 26 દેશોના જૂથમાં છે જેમાં ઇ-વિઝા સુવિધા છે.

મંત્રીએ કહ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરીને વધુ સરળ બનાવવાના હેતુથી ભારતીયોને વિઝા મુક્ત મુસાફરી, વિઝા-ઓન-અરાઈવલ અને ઇ-વિઝા સુવિધા પ્રદાન કરનારા દેશોની સંખ્યામાં વધારો કરવાના પ્રયત્નો કરી રહી છે.