એક તેરે જાને સે સારા શહેર ખાલી હો ગયા: સુપ્રસિદ્વ શાયર રાહત ઈન્દૌરીનું નિધન, કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝીટીવ

ઉર્દુના પ્રખ્યાત શાયર રાહત ઈન્દૌરીએ આજે સાંજે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમણે પાંચ વાગ્યાની આસપાસ હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમણે હોસ્પિટલના બિછાના પર અંતિમ શ્વાસ લીધા હતા.

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ઝડપે ફેલાઇ રહ્યો છે. કોવિડ -19 ના વધતા પ્રભાવ વચ્ચે પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીનો પણ કોરોના પોઝિટિવ બન્યા હતા. છે. રાહત ઇંદૌરીએ ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેમનો કોરોના ટેસ્ટ થયો છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે.

રાહત ઈન્દૌરીએ મંગળવારે સવારે ટિ્‌વટ કર્યું હતું કે, ‘કોવિડે લક્ષણોની શરૂઆત બતાવ્યા બાદ ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરાયો હતો, જે પોઝીટીવ હોવાનું નોંધાયું છે. હું અરવિંદો હોસ્પિટલમાં એડમિટ છું પ્રાર્થના કરો કે મારે આ રોગને વહેલી તકે હરાવી દઉં.

કોરોના ચેપને કારણે રાહત  ઈન્દૌરીને કાલે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમણે જાતે જ તેના ફેસબુક એકાઉન્ટ પર તેની જાણકારી આપી હતી. સાંજે અચાનક તેને ત્રણ હાર્ટ એટેક આવ્યા હતા અને તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, બંને ફેફસામાં કોરોના ચેપ, કિડનીમાં સોજો અને શ્વાસની તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને અહીંની અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેના બીજા જ દિવસે તેમનું નિધન થઇ ગયું હતું.

રાહત ઇન્દોરી કોરોના પોઝિટિવ થયા પછી સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મંગળવારે તેમણે જાતે જ સોશિયલ મીડિયા પર પોતાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી આપી હતી. સાથે જ કહ્યું હતું કે મને અને મારા પરિવારને આ બાબતે કોઇ ફોન કરશો નહીં. રાહત ઇન્દોરીને પહેલાથી જ ડાયાબિટીસ અને હૃદય રોગની સમસ્યા હતી.

અરવિન્દો હોસ્પિટલના ડો. વિનોદ ભંડારીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમને બે વાર હાર્ટ એટેક આવ્યો હતો. તે પછી તેમની હાલત કથળી હતી. અમે તેમને બચાવી ન શક્યા. તેમને 60 ટકા ન્યુમોનિયા પણ હતો.

તેમનો શરે છે કે…

દિલ ધડકને કા તસવ્વુર હી ખ્યાલી હો ગયા.
એક તેરે જાને સે સારા શહેર ખાલી હો ગયા