IPL T-20 માટે ગાઈડ લાઈન: બાયો સિક્યોરિટી નિયમના ભંગ બદલ થશે આવી સજા

યુએઈમાં આગામી 19મી સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી આઈપીએલ-2020 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે. જે અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન્સની જાહેરાત કરી છે.

આ ગાઈડ લાઈન્સ પ્રમાણે તમામ આઠેય ટીમોને અલગ-અલગ હોટલમાં ઉતારો આપવામાં આવશે. ખેલાડીઓ તેમના રૃમમાંથી બહાર નીકળી શકશે નહીં. તેમના રૃમમાં માત્ર રૃમ સર્વિસને જવાની મંજૂરી મળશે. તેઓ એક સાથે બેસીની ભોજન કરી શકશે નહીં. જો કોઈ ખેલાડી અથવા સ્ટાફ બાયો સિક્યોરિટીના નિયમનો ભંગ કરશે તો કડક સજા કરવામાં આવશે.

યુએઈ જતા પહેલા દરેક ખેલાડી તથા સ્ટાફના પાંચ વખત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમના શહેરમાં બે ટેસ્ટ કરાવશે. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી 14 દિવસના ક્વોરેન્ટાઈન સમય દરમિયાન વધુ ત્રણ ટેસ્ટ કરાશે. ત્યાર પછી જ યુએઈ જવાની મંજૂરી મળશે. ટુર્નામેન્ટ દરમિયાન દર પાંચમા દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવાનો રહેશે. જો કે, 20મી ઓગસ્ટ પહેલા કોઈ ટીમ યુએઈ જઈ શકશે નહીં.