ગુજરાતમાં કોરોનાનાં નવા 1074 કેસ, કુલ કેસ 68,885, વધુ 22નાં મોત, કુલ મોત 2600ને પાર

ગુજરાતમાં છેલ્લા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા  1074  કેસ સામે આવ્યા છે અને 22 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1,370 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દી સાજા થયા છે. આ પહેલા 2 જૂનના રોજ 1,114 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 68,885 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 2606 થયો છે.

સુરત કોરોના અપડેટ

  • આજના પોઝિટીવ : 231
  • નવા સિટી : 183
  • નવા ડિસ્ટ્રિક્ટ : 4લ સિટી : 12,345
  • કુલ ડિસ્ટ્રિક્ટ : 3017
  • કુલ પોઝિટિવ : 15,362
  • આજે મોત : 10
  • કુલ મોત : 668
  • (સિટી : 534 , ડિસ્ટ્રિક્ટ : 134)
  • ડિસ્ચાર્જ સિટી : 309
  • ડિસ્ટ્રિક્ટ : 47
  • કુલ ડિસ્ચાર્જ : 11457 (2363 ડિસ્ટ્રિક્ટ)
  • સારવાર હેઠળ : 3237

બીજી તરફ 51,692 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14,587 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વૅન્ટિલેટર પર અને 14,501ની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 26,591 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 9,30,373 ટેસ્ટ થયા છે.