ગુજરાતમાં કોરોનાનાં કેસોની સંખ્યા 39 હજારને પાર, મૃત્યુઆંક બે હજારને વટાવી ગયો

છેલ્લા 24 કલાકમાં 861 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 15ના મોત થયા છે અને 429 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 39,280 થયો છે. જ્યારે મૃત્યુઆંક 2010એ પહોંચ્યો છે. તેમજ 27,742 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ પહેલા 4 જુલાઈએ 712, 5 જુલાઈએ 725, 6 જુલાઈએ 735, 7 જુલાઈએ 778, 8 જુલાઈએ 783 કેસ નોંધાયા હતા. આમ 6 દિવસમાં જ 4,594 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 19 માર્ચે આવેલા પ્રથમ કેસથી લઈ 30 એપ્રિલ સુધીમાં એટલે કે 43 દિવસમાં 4395 કેસ નોંધાયા હતા. આમ પહેલા 43 દિવસ જેટલા કેસ માત્ર 6 દિવસમાં જ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા-861
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો -39,419
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ-15
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા-429
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા-27742
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા- 9528