સુરતમાં કોરાનાનો હાહાકાર, એક જ દિવસમાં 300 કરતાં વધુ કેસ નોંધાયા, જયંતિ રવિએ માર્કેટને આપી ચેતવણી

સુરતમાં કોરોનાએ માઝા મૂકી છે. અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી કોરોનાનાં કેસોએ 300 પાર કર્યા છે. સુરતમાં કોરોનાનાં પાછલા 24 ક્લાકમાં 302 કેસ નોંધાયા છે.

સુરત ખાતે કોરોના પર કાબૂ મેળવવા માટે ખાસ ફરજ બજાવી રહેલા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ સુરતની માર્કેટોને ખાસ ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે  સુરતની કાપડ માર્કેટો માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. 100 દુકાનોવાળી માર્કેટોમાં 2 કેસ, 500 દુકાનોવાળી માર્કેટોમાં 5 કેસ અને 500થી વધુ દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 10 કેસ મળશે તો 14 દિવસ માટે માર્કેટ સીલ કરાશે.

સુરત કોરોના અપડેટ

 • આજના પોઝિટિવ : 308
 • નવા સિટી : 212
 • કુલ સિટી : 6525
 • નવા ડિસ્ટ્રિક્ટ : 96
 • કુલ ડિસ્ટ્રિક્ટ : 1057
 • કુલ પોઝિટિવ : 7582
 • આજે મોત : 04
 • કુલ મોત : 287
 • ( સિટી : 255 , ડિસ્ટ્રિક્ટ : 32 )
 • ડિસ્ચાર્જ સિટી : 103
 • ડિસ્ટ્રિક્ટ : 33
 • કુલ ડિસ્ચાર્જ : 4488 ( 493 ડિસ્ટ્રિક્ટ )