ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને સવાલો કરતાં લોકો પસંદ નથી, ટીકા કરનારા પ્રોફેસરની ધરપકડ

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને તેમની સામે કોઇ સવાલ ઉઠાવે તે સ્હેડ પણ પસંદ નથી, તેમાં એક પ્રોફેસરે કોરોના મામલે અને દેશના અર્થતંત્ર મામલે સવાલો ઉઠાવતું એક પુસ્તક લખતાં તેમની ધરપકડ કરી લેવાઇ છે. લૉના પ્રોફેસર જૂ ઝાનગ્રુનની ધરપકડ  માત્ર એટલા માટે થઇ છે કે તેમણે કોરોના વાયરસ રોગચાળાને લઈને રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગની નિંદા કરી હતી. જૂના કેટલાક મિત્રો અનુસાર, પ્રોફેસર કોરોના વાયરસની મહામારી અને સત્તાને મજબૂત કરવાના પ્રયાસોને લઈને રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગની નિંદા કરતા કેટલાક આર્ટિકલ પબ્લિશ કર્યા હતા.

એ ઉલ્લેખનીય છે કે ચીનમાં હંમેશાથી કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવામાં આવી છે. પરંતુ શી જિનપિંગના સમયમાં આ પ્રતિબંધો વધારે કડક થઈ ગયા છે. જાણે કે સરમુખ્ત્યાર શાહી હોય તેવી સ્થિતિમાં ભારે સેન્સરશિપવાળા ચીનમાં જૂ એક નિડર ટિકાકાર રહ્યા છે. તેઓ સમય-સમય પર કોમ્યુનિસ્ટ શાસનની ટિકા કરતા રહ્યા છે.જો કે હાલમાં ચોમેરછી ઘેરાયેલા જિનપિંગે તેમની ટીકા સહન કરી નથી અને  20 લોકો આવીને તેમને ઘરેથી ઉઠાવી ગયા હોવાની જાણકારી તેમના મિત્રએ નામ જાહેર ન કરવાની શરતે આપી હતી.

ચીનમાં કોરોના વાયરસના પ્રસાર દરમિયાન શી દ્વારા દગો અને સેન્સરશિપની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની ટિકા કરતા એક લેખ જૂએ ફેબ્રુઆરીમાં પ્રકાશિત કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ચીનની સિસ્ટમ જાતે જ શાસનની સંરચનાને નષ્ટ કરી રહી છે. તેમણે એમ પણ લખ્યું હતું કે, કોરોના વાયરસના એપિસેન્ટર વુહાનમાં ફેલાયેલી અરાજકતા ચીની રાજ્યમાં પ્રણાલીગત સમસ્યાઓને દર્શાવે છે. જૂનો આ લેખ ઘણી વિદેશી વેબસાઈટો પર પોસ્ટ કરાયો હતો. આ પહેલા તેણે 2018માં પણ પોતાના એક લેખમાં રાષ્ટ્રપ્રમુખની પદની મર્યાદા ખતમ થવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

જૂ સિંગહુઆ યુનિવર્સિટીમાં લૉના પ્રોફેસર છે. તેને ચીનની ટોચની યુનિવર્સિટીઓમાંથી એક કહેવાય છે. જૂએ પાછલા વિન્ટરમાં ઘણા ચાઈનીઝ સ્કોલર્સ સાથે દક્ષિણ-પશ્ચિમ શહેર ચેંગદૂની યાત્રા કરી હતી. સરકારે તે યાત્રા દરમિયાન તેમના દ્વારા વેશ્યાવૃત્તિ કરાવવાનો આરોપ લગાવીને જેલમાં નાખી દીધો હતો. જૂના એક મિત્રએ સોમવારે જણાવ્યું કે, પોલીસે જૂની પત્નીને બોલાવીને પ્રોફેસરને વેશ્યાવૃત્તિના આરોપમાં જેલમાં મોકલી દીધો હતો.

તેમના મત્રે કહ્યું કે, આ આરોપો હાસ્યાસ્પદ અને બેશરમી ભર્યા છે. જણાવી દઈએ કે જૂ પાછલા અઠવાડિયાથી જ ઘરમાં નજરકેદ હતા. આ પહેલા 2019માં પણ જૂને ભણાવતા રોકવામાં આવ્યા હતા. આ સમયે તેમના સેંકડો વિદ્યાર્થીઓને તથા શિક્ષાવિદોએ ઓનલાઈન પીટિશન પર હસ્તાક્ષર કરીને અભિયાન ચલાવ્યું હતું.