સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા”નું ટ્રેલર રિલીઝ, લાગણીઓના વરસાદે ભીંજવતી લવ સ્ટોરી

સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘી સ્ટારર દિલ બેચારાનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે અને ચાહકો તેમનો ઉત્સાહ રોકી શકતા નથી. આ ફિલ્મ જ્હોન ગ્રીનની 2012ની બેસ્ટસેલર નવલકથા, ધી ફોલ્ટ ઇન અવર સ્ટાર્સનું હિન્દી સંસ્કરણ છે. પુસ્તક જેવું જ નામવાળી ફિલ્મ જોશ બૂન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને જેમાં શૈલેન વૂડલી અને એન્સેલ એલ્ગોર્ટ મુખ્ય ભૂમિકામાં હતા. સંવેદનશીલ અને અજોડ લવ સ્ટોરીના પ્રદર્શન માટે વિશ્વવ્યાપી ફિલ્મને માન્યતા મળી.

આ ફિલ્મ પ્રેમયુગમાં નિરાશાજનક સ્થિતિમાં સંવેદનાસભર, લાગણીશીલ અને આનંદની મુસાફરીને શોધી કાઢે છે. કેન્સરથી પીડિત એક યુવતી અને એક સમૂહ જે તે સપોર્ટ ગ્રુપ તરીકે  મળે છે. જીવિત રહેવા અને પ્રેમમાં આવવાનું રમૂજી, રોમાંચક અને કરુણ સાહસ બંને એકસાથે ટ્રેલરમાં જોવા મળે છે.

આ ટ્રેલરની શરૂઆત સંજના સંઘીએ તેના પાત્રની રજૂઆત સાથે કરી હતી અને જણાવે છે કે તે કેન્સરથી પીડિત છે. જ્યારે સુશાંત તેના જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની નિરાશ અને ઉદાસ જીંદગી હળવી થઈ જાય છે. સુશાંતને ફિલ્મમાં સુખી-ખુશ મિજાજ નસીબદાર વ્યક્તિ બતાવવામાં આવ્યો છે, જે સંજનાના પાત્રમાં આશાની નવી કિરણ લાવે છે. ‘એક થા રાજા, એક થી રાની, દોનો માર ગયે ખતમ કહાની’ પંક્તિ તમારા હૃદયને સ્પર્શે છે. સુશાંત આ વાક્ય પૂર્ણ કરે છે અને કહે છે ‘યે કહાની અધૂરી હૈ ઔર ઇસકો પુરા વો રાજા ઔર રાની કરેંગે. સુશાંતનો સંવાદ ‘જીના-મરના હમ ડિસાઈડ નહીં કર સકતે, બટ કૈસે જીએં યે હમ ડિસાઈડ કર સકતે હૈ. આ ડાયલોગ તમારા હૃદયને સોંસરવો ઉતરી જાય છે.

ઓસ્કાર વિજેતા મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાને તેનું સંગીત આપ્યું છે અને અમિતાભ ભટ્ટાચાર્યે ગીતો લખ્યાં છે. તેને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે. દિલ બેચરા પ્રથમ નવેમ્બર 29, 2019 માં રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ-પ્રોડક્શન વિલંબના કારણે મોકૂફ થઈ ગઈ. ત્યારબાદ આ ફિલ્મ 8 મે, 2020 ના રિલીઝ માટે નક્કી કરાઈ હતી, પરંતુ કોરોનાવાયરસ લોકડાઉનને કારણે, ફિલ્મ ફરીથી અનિશ્ચિત માટે સ્થગિત કરવામાં આવી હતી. 5 જૂન, 2020 ના રોજ, નિર્માતાઓએ જાહેરાત કરી કે આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈએ ડાયરેક્ટ-ટુ-ડિજિટલ રિલીઝ કરાશે.