દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો, 8,380 નવા કેસ, 193 લોકોનાં મોત

લોકડાઉનમાં રાહત વચ્ચે ભારતમાં કોરોનાવાયરસ કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં ચેપ લાગેલા કોરોના (કોવિડ -19)નો કુલ આંકડો 1.82 લાખની ઉપર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,82,143 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 5,164 લોકો માર્યા ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,380 નવા કેસો નોંધાયા છે અને 193 લોકોનાં મોત નીપજ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, તે રાહતની વાત છે કે 86,984 દર્દીઓ કોરોનાને હરાવી શક્યા છે. દરમિયાન, શનિવારે, દેશમાં લાગુ થયેલા લોકડાઉનને કન્ટેન્મેન્ટ ઝોન સુધી મર્યાદિત રાખીને સમયગાળો 30 જૂન સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર શેષમણી પાંડેનું કોરોના વાયરસના ચેપને કારણે અવસાન થયું છે. દિલ્હી પોલીસમાં કોરોનોના પોલીસકર્મીના મોતનો આ બીજો કેસ છે. આ પહેલા કોન્સ્ટેબલ અમિત રાણાનું કોરોનાનાં કારણે મોત થયું હતું.

શનિવારે દિલ્હીમાં કોવિડ -19 ના 1163 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસ છે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 18 હજારની નજીક પહોંચી છે જ્યારે મૃતકોનો આંકડો 416 પર પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાવાયરસના ચેપને રોકવા માટે સરકારે 30 જૂન સુધી લોકડાઉન લંબાવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ વખતે કન્ટેન્મેન્ટ ઝોન સિવાય અન્ય સ્થળોએ મોલ અને રેસ્ટોરન્ટ ખોલવાની સરકારે મંજૂરી આપી છે.

હવે 8 મી જૂને મોલ અને રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે. ગૃહ મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોને ફરીથી ખોલવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ દિશાનિર્દેશો 1 જૂન, 2020 થી અમલમાં આવશે અને 30 જૂન, 2020 સુધી લાગુ થશે. લોકડાઉનના આ પાંચમા તબક્કામાં સરકારે કન્ટેનમેન્ટ ઝોનની બહાર લગભગ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપી છે.