ઇન્ડિયન ઇગલ આઉલ (ઘુવડ) પર બ્લેક ડ્રોન્ગો (સમડી) થઇ જ્યારે સવાર

ઘણીવાર કેમેરાની કીકીમાં એવા ફોટાઓ ક્લિક થઇ જાય છે કે જેના કારણે ફોટોગ્રાફર પોતે પણ પોતાના એ ફોટાને જોઇને પોતાની જાતને શાબાશી આપવા માંડે છે. આવો જ એક ફોટો રાજસ્થાનના જેસલમેરમાં એક ફોટો ક્લિક કરીને ફોટોગ્રાફર મયૂર શિંદેને થયું હશે. અહીં આપેલો ફોટો જોઇને તમે પણ મયૂર શિંદેને શાબાશી આપી શકો છો.

હકીકતમાં જે તે સમયે રાજસ્થાનના જેસલમેરના આકાશમાં થોડા સમય માટે એક અદભૂત નજારો થોડા સમય માટે સર્જાયો હતો જેમાં ઉડી રહેલા એક ઘુવડની ઉપર એક નાની સમડી આવીને બેસી ગઇ હતી અને હવામાં સરકી રહેલા આ ઘુવડની ઉપર સવારી કરવાનો આનંદ માણ્યો હતો.

પક્ષીઓનું નિરીક્ષણ કરતા ફોટોગ્રાફર મયુર શિંદેએ જેસલમેરના ભૂરા, સ્વચ્છ આકાશમાં જોયું હતું કે ઇગલ આઉલ તરીકે ઓળખાતું એક મોટુ઼ં ઘુવડ આકાશમાં પાંખો ખુલ્લી રાખીને ધીમે ધીમે સરકી રહ્યું હતું તે સમયે બ્લેક ડ્રોન્ગો પ્રજાતિની એક નાની સમડી ઉડતી ઉડતી તેની નજીક અાવી હતી અને આ ઘુવડની પીઠ પર બેસી ગઇ હતી જાણે કે પોતે ઘુવડની પીઠ પર સહેલ કરવા માગતી હતી. મયુર શિંદેએ જરાયે વાર લગાડ્યા વિના આ દ્રશ્ય પોતાના કેમેરામાં ઝડપવા માંડ્યું હતું અને જુદા જુદા અનેક શોટ લઇ લીધા હતા.