ઈરફાન ખાનનાં સેવાભાવને યાદ કરાયો, મરણપથારીએથી પણ ઈરફાન ખાને કરી હતી કોરોના દર્દીઓની મદદ

અભિનેતા ઇરફાન ખાને દુનિયાને અલવિદા કહ્યાને એક મહિના થયો છે. પોતાના સશક્ત અભિનયની કુશળતાથી લાખોનું મનોરંજન કર્યું હતું અને હંમેશાં જરૂરતમંદોને સહાય કરવામાં આગળ આવ્યો હતો.ઈરફાનને હવે યાદ કરીને તેના નિકટના મિત્ર અને જયપુરના પાડોશી ઝિયાઉલ્લાહ જણાવ્યું કે ઈરાફાન એક દયાળુ અને ઉદાર માણસ હતો.

તેમણે એ વાતનો ખુલાસો કર્યો કે અંત સુધી ઈરફાન ખાન મૂકસેવા કરવામાં જ વિશ્વાસ કરતો હતો અને સેવાકાર્યોની વાત મીડિયામાં ન આવે તેની ખાસ કાળજી રાખતો હતો. ઝિયાઉલ્લાએ કહ્યું કે ઇરફાને COVID-19 ના દર્દીઓ માટે દાન પણ આપ્યું હતું પરંતુ દરેકને આ વિશે વાત કરવા સામે સ્પષ્ટ રીતે કશું પણ ઉચ્ચારની ના પાડી હતી.

ઈરફાનના નજીકના મિત્ર ઝીઉલ્લાહે કહ્યું કે કોરોનાવાયરસની પરિસ્થિતિથી અમે લોકોને સહાય કરવા માટે ફંડ એકત્ર કરી રહ્યા હતા. જ્યારે અમે તેના ભાઈ સાથે વાત કરી ત્યારે તે મદદ કરવા તૈયાર થયો અને ઇરફાનને આ અંગે વાત કરી તો ઈરફાન પણ ગરીબ લોકોને મદદ કરવા તૈયાર થયો. કશું પણ વિચાર્યા વિના ઈરફાને તાત્કાલિક દાન આપી દીધું. કેટલું દાન આપ્યું તે એમના કહ્યાં પ્રમાણે અમે જાહેર કરી શકતા નથી પણ મરણપથારીએથી પણ ઈરાફન ખાને ગરીબ લોકોને મોટી મદદ કરી હતી..

ઝીયાઉલ્લાહ કહે છે કે ઈરફાન ખાન માનતા હતા કે જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં. બસ એટલું જ કહી શકું કે ઈરફાન ખાને કોરોનાનાં દર્દીઓને ખાસ્સી મદદ કરી હતી અને ગરીબ લોકો માટે પણ સહાય કરી હતી.