ગૌતમ ગંભીરના ઘરેથી XUV કારની ચોરી, સીસીટીવીમાં કેદ થયા ચોરો

પૂર્વ ભારતીય ઓપનર અને હાલમાં પૂર્વ દિલ્હીથી ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીરના ઘરેથી એક્સયુવી કારની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર ગૌતમ ગંભીરના પિતા દિપક ગંભીરના નામે હતી. આ સમગ્ર ઘટના સીસીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ ફૂટેજના આધારે કેસની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ દિપક ગંભીરની ફોર્ચ્યુનર કાર ઘરની બહાર પાર્ક કરી હતી. તેમણે બુધવારે બપોરે 3:30 કલાકે ઘરની બહાર કાર પાર્ક કરી હતી, પરંતુ ગુરુવારે કાર તેની જગ્યાએ મળી ન હતી.

ડીસીપી સંજય ભાટિયાએ કહ્યું કે અમને સાંસદ ગૌતમ ગંભીરના ઘરની બહારથી ફોર્ચ્યુનર કારની ચોરી થઈ હોવાની ફરિયાદ મળી છે. અમે ફોન કરીને ફાધર દીપક ગંભીરને મળ્યા. આ કાર તેમના નામે જ છે. તેમણે પોલીસને સફેદ રંગની કાર વિશેની તમામ માહિતી આપી છે.

ફોરેન્સિક ટીમોએ સ્થળ પરથી ચોરોનાં ફિંગરપ્રિન્ટનાં નમૂના લીધા છે. રાજેન્દ્ર નગર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ અને વિશેષ સ્ટાફની ટીમો તપાસમાં લાગી છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચ પણ આ મામલે તપાસ કરી રહી છે.