PM મોદીની અપીલ પર આજે રાત્રે નવ વાગ્યે શું ચાલું રાખશો અને શું બંધ રાખશો? અત્યંત મહત્વની જાણકારી

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (covid-19) ના સંક્રમણ સંદર્ભે દેશના વડાપ્રધાન મોદીએ પાંચમી એપ્રિલ એટલે કે આજે રાત્રે નવ વાગ્યે ઘરોની માત્ર લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે કરેલી અપીલ સંદર્ભે પ્રજાજનોને જણાવવાનું કે, આ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ, આવશ્યક સેવાઓ કે ઘરના અન્ય વીજ ઉપકરણો જેવા કે, ટીવી ફ્રીઝ અને એરકન્ડીશનરને બંધ કરવા માટે અપીલ કરવામાં આવી નથી.

વોલ્ટેજ અને ફ્રીકવન્સીના વેરીએશન હેન્ડલ કરવા માટે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા થઇ ગઈ છે, તેથી નાગરિકો આ બાબતે ચિંતામુકત રહે અને બધા વીજ ઉપકરણો યથાવત સ્થિતિમાં સામાન્યતઃ સતત વપરાશ કરતા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓએ કાયદો અને વ્યવસ્થા માટે સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવી. હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં લાઇટ ચાલુ રહેશે, તેવું નર્મદા જિલ્લા પ્રશાસન તરફથી જણાવાયું છે.