રાહુલ ગાંધી બોલ્યા”તાળી કે દિવા ઉકેલ નથી, કોરોનાથી લડવા વધુમાં વધુ કોરોના ટેસ્ટ જરૂરી”

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પૂરતા પરીક્ષણો કરવામાં આવી રહ્યા નથી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના નિશાન સાધ્યું અને કહ્યું કે તાળીઓ પાડીને અને દીવો પ્રગટાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ટવિટ કરીને માંગ કરી છે કે કોરોના વાયરસ પરીક્ષણના દાયરાને વધારવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારત હજી પણ કોવિડ -19 સાથેના વ્યવહાર માટે પૂરતા પરીક્ષણો કરી રહ્યું નથી. લોકોના તાળીઓ પાડવાથી કે દીવા પ્રગટાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.

રાહુલ ગાંધીએ પોતાના ટવિટ પર ગ્રાફ પણ શેર કર્યો છે, જેમાં દુનિયાભરમાં પ્રતિ મિલિનય વસ્તીના હિસાબે થઈ રહેલા ટેસ્ટ અને પોઝીટીવ મળી રહેલા કેસ વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે.