કોરોના સંકટ વચ્ચે ભરૂચની સહકારી મંડળીએ એક લાખ સેનેટાઈઝર બોટલ બનાવી

કોરોના વાયરસના કારણે હાલની પરિસ્થિતિમાં તમામ લોકો વાયરસથી બચવા તકેદારીના ભાગરૂપે હેન્ડ સેનીટાઇઝર,માસ્કનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે,તમામ લોકો આ મહામારીથી બચવા પોતાના ઘરોમાં જ કેદ હોવાનો ફાયદો ઉઠાવી સ્થાનિક દુકાનો અને ઉત્પાદકોએ મનફાવે એમ સેનેટાઇઝર અને માસ્કની કિંમતો વધારી દઇને નફાખોરી કરવાનું શરૂ કરી દીધું છે,આ સંજોગોમાં લોકોને આવા નફાખોરીની માનસિકતા ધરાવતા અને આ મહામારીની તક ઝડપી લોકોને લૂંટવાનું કામ કરતાં લોકોની ચુંગાલમાંથી છોડવવા સરકારના દિશા નિદૅશ મુજબ ઘણા સ્વૈચ્છિક સંગઠનો,કોર્પોરેટ ગૃપ,સેવાભાવી લોકો અને સહકારી સંસ્થાઓ આગળ આવી પોતાની ક્ષમતા મુજબ રાહત આપવાનું સહારનીય કામ કરી રહ્યા છે,

ભરૂચ જીલ્લાના ખેડુતોની જીવાદોરી તેમજ આશિર્વાદરૂપ ગણેશ ખાંડ ઉ.સ.મંડળી દ્વારા પણ સરકારનુ ટહેલને ઝીલી લઇને પોતાના ડિસ્ટીલરી યુનિટમાંથી ઉત્પન્ન થતાં ઇથાઇલ આલ્કોહોલમાંથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા  મુજબનું ઉત્પાદન તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. ગણેશ સુગર ધ્વારા અત્યાર સુધીમાં એક લાખ બોટલનું ઉત્પાદન કરી દેવામાં આવ્યું છે,સુગર દ્વારા જીલ્લાના વિવિધ વિસ્તારોમાં હેન્ડ સેનેટાઇઝર પહોંચાડી 100 એમ.એલ બોટલના 35 રૂપિયામાં ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે,સુગર દ્વારા જીલ્લાના ઉધોગ ગૃહોને સીએસઆર ફંડ ધ્વારા દક્ષિણ ગુજરાતના આર્થિક પછાત વિસ્તારમાં વિનામુલ્યે સેનીતાઇઝર પહોંચાડવા તજવીજ થઇ રહી છે,એમ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાએ જણાવ્યું હતું,

ગણેશ સુગરની માનવતાવાદી પ્રવૃત્તિને કારણે હાલમાં ગ્રાહકો સેનેટાઇઝર 100થી 150માં ખરીદતા હતા,જે ગ્રાહકો લુંટતા અટકી ગયા છે,જેના કારણે અન્ય વિક્રેતાને પણ હવે 35 રૂપિયામાં સેનીટાઇઝર વેચાણ કરવાની ફરજ પડી છે,ત્યારે કોઇપણ સહકારી સંસ્થા ગણેશ સુગરના મારફતે સેનીટાઇઝર કે માસ્કનું ઉત્પાદન કરી લોકોને સંકટના સમયે આપવામાં આવે તેવી લોકમાંગ જણાઇ રહી છે.