ભારતમાં કોરોનાની વેક્સીન તૈયારઃ નાકમાં ટીપાં નાંખીને કરાશે ટ્રીટમેન્ટ

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં પણ વેક્સીન તૈયાર કરાય રહી છે. જેથી કરીને દેશના લોકોને આ ભયાનક બીમારીમાંથી બચાવી શકાય. કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવેલી આ વેક્સીન શરીરમાં સિરિંજ કે ડ્રોપથી આપવામાં નહીં આવે પણ તેના ટીપાં નાકમાં નાખવામાં આવશે.

કોરોફ્લૂ વન ડ્રોપ કોવિડ-19 નેસલ વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેક કોરોફ્લૂ નામની વેક્સીન તૈયાર કરાઈ છે. કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવી રહેલી આ વેક્સીન શરીરમાં સિરિંજથી અપાશે નહીં.

કોરોફ્લૂ વન ડ્રોપ કોવિડ-19ને સલ વેક્સીન વિશ્વિખ્યાત ફલૂની દવા એમ ટુ એસઆર ઈન્ફ્લૂએન્ઝા બીમારીની તાકાતવર દવા છે.

વેક્સીનમાં વપરાતી દવા શરીરમાં જાય છે, ત્યારે શરીરમાં ફ્લૂ સામે લડવાના એન્ટી બોડીઝ તૈયાર કરે છે. આ સમયે યોશિહારો કાવાઓકાએ એમટુ એસઆર દવાની અંદર કોરોના વાયરસ કોવિડ-19ના જીન સિક્વન્સ મિક્સ કર્યા છે. તેના કારણે તે કોરોના સામે સરળતાથી લડી શકશે. દવા શરીરમાં જતા જ શરીરમાં વાયરસની વિરૃદ્ધના એન્ટી બોડીઝ બનશે. વેક્સીનની મદદથી બનેલા એન્ટીબોડીઝ કોરોના સામે લડવામાં મદદ કરશે.

ભારત બાયોટેકની બિઝનેસ ડેવલપમેન્ટ ભારતમાં તેનું ઉત્પાદન કરશે. તેનું ક્લિનિકલ ટ્રાયલ કરશે અને પછી 300 મિલિયન ડોઝ બનાવાશે. હાલમાં વેક્સીનનું ટ્રાયલ બાકી છે. ટ્રાયલ 2020ના અંત સુધી શરૃ થશે, જેથી ભવિષ્યમાં કોરોનાની સારવાર શક્ય બનશે. એમ ટુ એસઆર ફ્લૂનો વાઈરસ છે તેમાં એમ ટુ જીનની ખામી હોય છે. તેના કારણે કોઈપણ વાયરસ શરીરની અંદરની કોશિકાઓને તોડીને નવા વાયરસ નહીં બનાવી શકે. આ માટે આ દવાનો આધાર સફળ રહ્યો છે એમ કહી શકાય.