દેશમાં કોરોનાના કેસ ત્રણ હજારને પાર, કુલ 80 મોતઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 26નાં મોત

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 3082 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને ર૬ મૃત્યુ નોંધાયા છે. દેશમાં આજે સવાર સુધીમાં કોરોનાએ 80 લોકોનો ભોગ લીધો છે. બીજી તરફ દિલ્હીના એક હોસ્પિટલના સ્ટાફના 108 લોકો સંક્રમિત થયા હોવાનું ટાઈમ્સ ઓફ ઈન્ડીયાએ જણાાવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના શનિવારે 19 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 17 જ્યારે ગોવા અને આસામમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 3082 થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારે એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 563 કેસ સામે આવ્યા હતાં. આ પહેલા ગુરુવારે 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3082 થઈ ગઈ છે.229 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 98ના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં મોતનો આંકડો નવ એ પહોંચી ગયો છે. રાજસ્થાનના બીકાનેરમાં આજે સવારે 60 વર્ષની વૃદ્ધ મહિલાનું કોરોનાના કારણે મોત થયું છે. સાથે જ કર્ણાટકમાં 75 વર્ષિય એક વૃદ્ધે દમ તોડ્યો હતો. તે બાગલકોટનો રહેવાસી હતો. સ્વાસ્થ્ય વિભાગે શનિવારે સવારે મોત અંગેની માહિતી આપી હતી.

દેશના 6 રાજ્યોમાં શુક્રવારે 13 લોકોના મોત થયા છે, જેમાં ગુજરાતમાં બે, આંધ્રપ્રદેશમાં એક, મહારાષ્ટ્રમાં છ, તેલંગાણામાં બે, હિમાચલમાં એક અને દિલ્હીમાં બે લોકોના મોત થયા છે. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી 97 લોકોના મોત થયા છે.

દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઘણાં ડોક્ટર્સ-નર્સો સહિત સ્ટાફના 108 લોકોને ક્વોરોન્ટીન કરી દેવાયા છે. જેમાંથી 85 લોકોને ઘરે અને 23 લોકોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ તમામ એવા ર દર્દીઓના સંપર્કમાં આવ્યા હતાં જેની હાલની સ્થિતિમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.

શુક્રવારે તમિલનાડુમાં 102, દિલ્હીમાં 93, તેલંગાણામાં 75, મહારાષ્ટ્રમાં 67, ઉત્તરપ્રદેશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્યપ્રદેશમાં 34, આંધ્રપ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5, કર્ણાટકમાં 4 નવા દર્દી મળ્યા.

મધ્યપ્રદેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 154 થઈ છે. રાજ્યમાં શુક્રવારે કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. હવે સંક્રમિતોની સંખ્યા 490 થઈ ગઈ છે. દિલ્હીમાં શુક્રવારે કોરોના સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 386 થઈ ગઈ છે. કુલ સંક્રમિતોમાંથી 259 છે જે તબલીગ જમાતના મરકઝમાં સામેલ થયા હતાં. રાજ્યમાં શુક્રવારે વધુ બે લોકોના મોત થયા છે. આ વાયરસથી મરનારાઓનો આંકડો 6 થઈ ગયો છે.

રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 168 થઈ ગઈ. શુક્વારે 46 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના 13 દર્દી વધ્યા હતાં, જ્યારે ઉત્તરપ્રદેશમાં શુક્રવારે સંક્રમણના 48 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 42 દિલ્હીના તબલીધ જમાતથી પાછા આવ્યા હતાં અથવા તેમના સંપર્કમાં આવ્યા હતાં. ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવારે જણાવ્યું કે, દિલ્હીના તબ્લીગ જમાત કાર્યક્રમમાં હિસ્સો લેનારા 1203 લોકોની ઓળખ કરવામાં આવી છે જેમાંથી 897 ના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી 47નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અલીગવઢના બન્નાદેવી વિસ્તારમાં પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરવાના આરોપમાં ત્રણ લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. મસ્જિદમાં પોલીસ આ લોકોની પૂછપરછ કરવા માટે ગઈ હતી.