જલ્દી ચેક કરો: સરકારે શુક્રવારે 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન ખાતામાં 30 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

હાલમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે રોજમદાર મહિલાઓ માટે ઊભી થયેલી કપરી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે તેમની મુશ્કેલી હળવી કરવાના શભ આશયથી 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન ખાતામાં રાહત પેકેજ તરીકે શુક્રવારે 30 હજાર કરોડ રૂપિયા મોકલ્યા હતા. આ સિવાય કેન્દ્રની ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી કનેક્શન ધરાવતા 8 કરોડ ગરીબ પરિવારોના લિંક ખાતામાં 5 હજાર કરોડ રૂપિયા પણ નાખ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે ઊભી થયેલી સ્થિતિને જોતા કેન્દ્ર સરકારને 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન ખાતામાં રાહત પેકેજ તરીકે શુક્રવારે 30 હજાર કરોડ રૂપિયા મોકલ્યા હતા. આ સિવાય કેન્દ્રની ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી કનેક્શન ધરાવતા 8 કરોડ ગરીબ પરિવારોના લિંક ખાતામાં 5 હજાર કરોડ રૂપિયા પણ નાખ્યા છે.

ઉજ્જવલા યોજના અંતર્ગત કેન્દ્રએ રૂ. 5 હજાર કરોડનું ફંડ આઠ કરોડ ગરીબ પરિવારોના લિંક ખાતામાં નાખ્યું

21 દિવસના દેશવ્યાપી લોકડાઉનને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને લાભાર્થીઓ સરળતાથી પૈસા ઉપાડી શકે તે માટે સરકારે ખાતાના છેલ્લા આંકડાના આધારે પેમેન્ટ ટેબલ તૈયાર કર્યું છે. આ જ રીતે ઉજ્જવલા યોજના અંતર્ગત ત્રણ ગેસ સિલિન્ડરની ફ્રીમાં ખરીદી માટે કેન્દ્રએ 5 હજાર કરોડ રૂપિયાનું ફંડ આઠ કરોડ ગરીબ પરિવારોના લિંક ખાતામાં નાખ્યું છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસે 14.5 કિલોગ્રામ ના ત્રણ અથવા 5 કિલોગ્રામના 8 સિલિન્ડર ખરીદવાનો વિકલ્પ હશે. જો લાભાર્થી જૂન સુધી ત્રણ સિલિન્ડર ન લે તો, માર્ચ 2021 સુધી ક્યારેય પણ આ પૈસાનો ઉપયોગ સિલિન્ડર ખરીદવા માટે કરી શકે છે.