કોરોનાથી લડવા માટે એક્શન પ્લાન, હવે મોં ઢાંકવા માટે પણ એડવાઈઝરી, માત્ર માસ્કથી કામ નહીં ચાલે, આટલું કરવું પડશે

કોરોના મહામારીનું દેશમાં સંકટ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં 2900થી વધુ લોકો કોરોનામાં સપડાયા છે. જ્યારે અત્યાર સુધી 77 લોકો મૃત્યુ પામ્યા છે. મધ્ય પ્રદેશના ઇન્દૌરમાં 2 અને કોરોનાગ્રસ્તનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં મૃત્યુનો આંકડો 11 પર પહોંચી ગયો છે. તમિલનાડુ, રાજસ્થાન અને તેલંગણામાં આજે એક-એક મૃત્યુ થયું છે.

સ્વાસ્થ્ય મંત્રણાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે કોરોનાની વિરુદ્વ એક સાથે ભેગા થઈને લડાઈ લડવાની છે. એક્શન પ્લાનને લઈ ગાઈડ લાઈન જારી કરવામાં આવી છે. મોં ઢાંકવા માટે પણ એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે. ટેસ્ટીંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી દેશભરમાં 68 લોકોના મોત થયા છે. જ્યારે 183 લોકો સાજા થયા છે. આ આંકડો શનિવાર સવારે નવ વાગ્યા સુધીનો છે. માત્ર મોં ઢાંકવાથી નહીં પણ અસરકારક રીતે કોરોનાનાં ચેપથી બચવા માટે આખું મોઢું ઢાંકીને રાખવાનું રહે છે.

આરોગ્ય સેવા સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઉપરાંત રિપોર્ટમાં આવી રહ્યું છે કે મોટાભાગના લોકો મોટી ઉંમર અથવા અન્ય માંદગીઓના કારણે પણ ભોગ બની રહ્યા છે. એટલે હાઈ રિસ્ક લોકો સરકારની ગાઈડ લાઈનનું પાલન કરે. WHOના રિપોર્ટ પ્રમાણે વિશ્વમા એક દિવસમાં ચાર હજાર કરતાં પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. પણ ભારતમાં સરકારના પગલા સફળ સાબિત થઈ રહ્યા છે. જો કોઈ પણ પ્રકારની ચૂક થઈ તો સ્થિતિ બગડવાની શક્યતા રહેલી છે.