અમેરિકામાં 24 કલાકમાં જ 1480 લોકો મોતને ભેટ્યા

અમેરિકા પણ કોરોના સામે જંગમાં પરાજિત છે કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે કારણ કે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ 1480 લોકોના મોત થયા છે. આની સાથે જ અમેરિકામાં મોતનો આંકડો 7402 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 48 કલાકના ગાળામાં જ મોતનો આંકડો ત્રણ હજાર સુધી પહોંચી ગયો છે.

અમેરિકામાં ન્યુયોર્કમાં હજુ પણ લોકડાઉનની સ્થિતિ કઠોરરીતે અમલી કરાઈ રહી નથી. અમેરિકામાં સ્થિતી કેમ બેકાબુ થઇ છે તેની ચર્ચા છે. ન્યુયોર્કમાં સૌથી વધારે હાલત ખરાબ છે. અહીં ૧૫૦૦થી વધારે લોકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ અહી 40 ટકા દર્દીની વય 55 વર્ષથી ઓછી છે.

અમેરિકામાં સૌથી પહેલા કોરોનાએ ન્યુયોર્કમાં પગ પેસારો કર્યો હતો. ચીનમાં વાયરસ પર અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસના દર્દીઓ વહેલી તકે શિકાર થાય છે.દુનિયામાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશમાં અમેરિકામાં છે. છેલ્લા 24 કલાકમાં 300થી વધારે કેસો સપાટી પર આવ્યા છે. ઉપરાંત મોતના આંકડા પણ વધ્યા છે. મોતનો આંકડો હવે વધીને છ હજારથી વધારે છે.અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે.

કોરોનાની સૌથી વધારે અસર ન્યુયોર્કમાં થઇ છે. ન્યુયોર્ક હવે કોરોના વાયરસના ગઢ ગણાતા ચીનના હુબેઇ પ્રાંતથી પણ આગળ નિકળી ચુક્યું છે. અહીં પોઝિટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુયોર્કમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી વધારે છેકે,કે લાશોની દફનવિધિ માટે મુશ્કેલી પડી રહી છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે.

અમેરિકામાં ટ્રમ્પ સરકાર હવે વાયરસથી બચાવ માટે આશરે 15 દિવસ પહેલા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સને 30 દિવસ માટે વધારી દેવા માટે તૈયાર થઇ છે. સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી 2.4 લાખ લોકોના મોત થઇ શકે છે. આ મહાસંકટની સ્થિતિ વચ્ચે માસ્ક અને અન્ય તબીબી સાધનોની કમી થઇ ગઇ છે. લોસ એન્જલસ અને અન્ય જગ્યાએ પણ સ્થિતિ ખરાબ થઇ રહી છે. અમેરિકામાં હાલમાં તંત્ર લાચાર છે.