કોરોના કમાન્ડોઝ: ઘરે પુત્રીનો જન્મ પરંતુ પિતા હતા સુરતમાં લોકડાઉનની ફરજ પર

મૂળ વતન હેમૂ ગઢવીનું ઢાકનિયા સુરેન્દ્રનગર અને હાલ સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જૈમિનદાન ભરતદાન રતનુ સુરત ખાતે લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે. પોતાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આ ખુશીમાં પરિવાર સાથે રહેવાને  બદલે કોરોનાની મહામારીમાં પોતે સુરતમાં પોતાની ફરજ પર હાજર રહ્યા છે.  પ્રજાની સેવામાં ફરજ પર હાજર રહ્યા છે. દેશ સેવા એજ પરમો ધર્મ રહ્યો છે. પોલીસને પણ દિલ હોય છે. પોલીસને પણ પોતાનો પરિવાર હોય છે. છતાં દેશ સેવાને પ્રાથમિકતા આપીને સુરત તેમજ ગુજરાત અને દેશ માટે તેમણે ઉતમ  ઉદાહરણ પુરું પાડયું છે.

કોરોનાની મહામારીમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકોની સેવા માટે ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ જેવા અનેક યોદ્દાઓની ડયુટી લોકોની સલામતી માટે ચાલુ રહી છે.પોલીસને પણ પરિવાર હોય છે  પોલીસ ને પણ પરિવારમાં આનંદનાં દિવસો આવતા હોય છે. પરંતુ દેશમાં આવેલી આપત્તિ સામે પોતાની ફરજ નિભાવે છે. પોતાના ઘરે પુત્રીને જન્મ ને લઈને ઉજવણી કરવાના અરમાન હોય છે. કોરોનાની આવી પડેલી આફત સમયે  પોતાની જવાબદારી સમજીને ફરજ પર હાજર રહ્યા છે તે વાત ફરજપરસ્તીની મિસાલ બની રહી છે.

સુરતમાં કોરોનાની મહામારી વધુ પ્રસરે નહીં તેના માટે પોલીસના માથે મોટી જવાબદાકરી આવી છે. લોકોને શાંતિથી સમજાવવાના અને ઘરે રહેવા માટે જાગૃતિ આણવાનું મોટાભાગનું કામ પોલીસ જ કરી રહી છે. સુરતમાં  શાંતિ જળવાઈ રહે, કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે 24 કલાક ફરજ ઉપર હાજર રહેતા પોલીસ કર્મચારીઓની દિવાળીના તેહેવારમાં કેવી પરિસ્થિતિ હોય છે તે લાગણી જાણીએ છીએ ત્યારે એક જ વાત સામે આવી હોળી શુ? દિવાળી શું? બારે માસ સરખા જ. ટાંચા સાધનો, ઓછો સ્ટાફ સહિતની અનેક વિટબંણાઓ વચ્ચે પરિવારથી દૂર રહી પોલીસ કર્મચારીઓ પોતાની ફરજને જ પ્રાધાન્ય આપી દિવાળીની ઉજવણી કરતા હોય છે.

ત્યારે સુરતમાં સિંગણપોર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા જૈમિન દાન ભરત દાન રત્નૂની દેશ સેવા ની નિષ્ઠા સામે આવી છે તેઓ એ સુરત સહેર અને ગુજરાત તેમજ દેશ મા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પોલીસને એક આગવું પ્રેરક બળ મળે એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે  ધન્ય છે આવી ફરજપરસ્ત ખાખીને ગુજરાત પોલીસને સો-સો સલામ કરવાનું મન થાય છે.