ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ સાત કેસ, તમામ અમદાવાદના, ગોધરાનાં દર્દીનું મોત, કુલ કેસ 95

ગુજરાતમાં આજે કોરોના પોઝીટીવના વધુ 7 કેસ નોંધાયા હતા. આજે સામે આવેલા તમામે તમામ કેસ અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.
પંચમહાલ જિલ્લામાં ગોધરામાં એક કેસ નોંધાયો હતો તેમાં જેમાં દર્દીનું મોત થયું છે. 1944 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 16015 લોકો કોરોન્ટાઈન હેઠળ  છે.

  • ગુજરાતમાં કોરોના ના 95 કેસ
  • મોત -8, સાજા-10
  • આજે અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા, જ્યારે પંચમહાલનાં ગોધરામાં એકનું મોત
  • અમદાવાદ:38
  • સુરત:12
  • રાજકોટ: 10
  • વડોદરા:9
  • ગાંધીનગર:11
  • ભાવનગર :7
  • કચ્છ:1
  • મહેસાણા -1
  • ગીરસોમનાથ -2
  • પોરબંદર -3
  • પંચમહાલ-1
  • અત્યાર સુધી કુલ 1944 ટેસ્ટ કરાયા

અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો કોરોન્ટાઈન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. ગાઈડલાઈન્સ મુજબ 14 દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ 22મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ બે દિવસમાં પૂરો થશે. પરંતુ અમદાવાદમાં 31 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા 650 લોકોને પણ કોરોન્ટાઈન માં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના 14 દિવસનો સમય પૂરો થતાં 20 એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.