કોરોના વિરુદ્વનાં જંગમાં ઝૂકાવતું KKR, PM રાહત ફંડમાં કર્યું દાન

કોરોના વાયરસ સામેનાં જંગ માટે 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે દેશના કરોડો લોકો પર એક સમયની રોટલીનું સંકટ આવી ગયું છે. આ ઉપરાંત, કોરોના સામે યુદ્ધ લડતા દેશના ડોકટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ માટે સલામતી સાધનોની વિશાળ ઓછપ છે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આર્થિક મદદની અપીલ કરી છે. વડા પ્રધાનની આ અપીલ પર દેશની મોટી હસ્તીઓ સાથે સામાન્ય લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે.

મદદ કરવાની આ ટહેલમાં બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની માલિકીની આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સ પણ મદદ માટે આગળ આવી છે. કોલકત્તા નાઈટ રાઇડર્સ, જેમણે બે વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. તેણે કોરોના વાયરસ સામે લડવામાં આવી રહેલા યુદ્ધ માટે વડા પ્રધાન રાહત ફંડમાં દાન આપ્યું છે. કેકેઆરના સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને કંપનીના અન્ય લોકોએ મળીને આ દાન આપ્યું છે.

નિવેદન અનુસાર શાહરૂખ ખાન, જુહી ચાવલા, ગૌરી ખાન અને જય મહેતા, આઈપીએલની કોલકાતા નાઈટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝના સહ-માલિકો છે. પીએમ રિલીફ ફંડમાં ફાળો આપવા પ્રતિબદ્ધ છે. કોલકાતા નાઈટ રાઇડર્સે પણ ટવિટર પર આ માહિતી આપી હતી. ફ્રેન્ચાઇઝીએ લખ્યું કે, “આવી સ્થિતિમાં જ્યારે આપણે બધા આપણા ઘરોમાં સલામત હોઈએ છીએ, ત્યાં ઘણા લોકો એવાં છે કે જેઓ આપણી સલામતી માટે કામ કરી રહ્યા છે. તેમને સ્વસ્થ રાખવામાં અમારું નાનું યોગદાન છે. એક સાથે રહીને આ રોગ સામે લડી શકીએ છીએ.