ભરૂચમાં જૂમ્માની નમાઝ પઢવા ભેગા થયેલા આઠ વિરુદ્વ ગુનો દાખલ કરાયો

દેશભરમાં હાલ કોરોનાવાયરસનો કહેર છે અને સરકાર દ્વારા લોકડાઉન તેમજ 144ની કલમ લગાવી દેવામાં આવી છે ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે ત્યારે ભરૂચ શહેરના રતન તળાવ માં આવેલ દાદા બાવની મસ્જિદમાં જુમ્માના દિવસે આઠ જેટલા લોકો નમાઝ પડવા આવતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

દેશભરમાં કોરોનાવાયરસ નો કહેર છે જેને નાખવા માટે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે 144ની કલમ લગાવી દેવામાં આવી છે તમામ ધાર્મિક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે અને ચારથી વધુ લોકો ચારથી વધુ લોકોના ભેગા થાય તે માટે સતત પોલીસ વોચ રાખી રહી છે.

ભરૂચ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા રતન તળાવ વિસ્તારમાં આવેલી દાદા બાબાની મસ્જિદમાં આજે જુમ્માનો દિવસ હોવાથી આઠ જેટલા લોકો નમાઝ પડવા માટે એકત્રિત થયા હતા. જેમાં ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ ભરવાડ અને જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને તેમને સ્થળ ઉપરથી આઠ લોકો કે જેમાં ઈસ્માઈલ હાફેજી પટેલ રહેવાસી સોનેરી મહેલ કેજો મસ્જિદના ટ્રસ્ટી છે તેમની અટક કરી હતી ઇમરાન પટેલ અસ્પા કુરેશી વસીમ ખાન પઠાણ મહંમદ વસીમ ખલીફા અને બાલવી ઈરફાન શેખની અટક કરી તેમની વિરુદ્વ આઈપીસી 188,269 અને ગુજરાત પોલીસ 131, 139 અને ધી એપિડેમીક  ડીસીઝ એકટ 1897ની કલમ-3 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.