ગુજરાતના આ સફારી પાર્કમાં પ્રાણીઓને પણ હોમ કોરોન્ટાઈન કરાયા

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કહેરના વચ્ચે કાળા માથાનો માનવી તો શું પ્રાણીઓને પણ અગવડતા પડી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં દેશી વિદેશી વન્યજીવો માટેની ખાવા-પીવાથી લઈને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં 50 જેટલા કુલર અને 12થી વધુ એરકન્ડિશનર જેવું સુવિધાઓ સાથે વન્ય જીવોને હોમકોરોનટાઇન કરવામાં આવ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે, ત્યારે હાલમાં જંગલ સફારી પાર્ક પણ લોક ડાઉનના પગલે પ્રવાસીઓ માટે સદંતર બંધ છે. પરંતુ આ જંગલ સફારી પાર્કની અંદર વાઘ, સિંહ, દીપડો, ગેંડો, હરણ તેમજ અલ્પાકા, લામા, જીરાફ, ઇમપાલા જેવા અનેક વિદેશી પ્રાણીઓ તેમજ ઑસ્ટ્રીચ જેવા પક્ષીઓ મળી ૫૦૦ કરતાં પણ વધારે દેશી-વિદેશી પ્રાણી પક્ષીઓ છે ત્યારે જાણે આ પ્રાણીઓ હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તેઓ માહોલ બનાવી દેવામાં આવ્યો છે.

હાલમાં આ પશુ પક્ષીઓ માટે 50 જેટલા કુલર અને 12 એર કન્ડીશનર લગાવવામાં આવ્યા છે તેમજ વન્ય પ્રાણીઓ માટે આર.ઓનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. બે મહિના સુધી ચાલે જેટલી વન્ય પ્રાણીઓ માટે જરૂરી ખોરાક ચાર મહિના ચાલે તેટલી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે.

વન અધિકારીથી લઇને જે વન્યપ્રાણીઓની દેખરેખ માટેના જે એનિમલ્સ સ્કીપર છે તેમજ વન વિભાગના કર્મચારીઓ કે જેઓ જ્યારે સફારી પાર્કમાં અહીંયા એન્ટ્રી થાય છે એ પહેલાં સૌપ્રથમ તેઓ સેનેટાઈઝ કરવામાં આવે છે.