એર ઇન્ડિયાના બુકિંગ પર 30-04-2020 સુધી રોક

એર ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે 30 એપ્રિલ સુધી બુકિંગ બંધ કરી દીધું છે અને દેશવ્યાપી લોકડાઉનની મુદ્દત 14મી એપ્રિલે સમાપ્ત થવાની છે ત્યારે એર ઈન્ડીયા સરકારના નિર્ણયની રાહ જોયા પછી વધુ જાહેરાત કરશે એવું મની ક્ન્ટ્રોલે જણાવ્યું છે.

કોરોના વાયરસનો ચેપ વધુ પ્રસરે નહી તેના માટે એર ઈન્ડીયાએ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને લોકડાઉન વચ્ચે 14 એપ્રિલ સુધી સ્થગિત કર દીધી છે.

એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવે શુક્રવારથી 30 એપ્રિલ સુધી બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, અમે 14 એપ્રિલ પછીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. જોકે ગુરુવારે નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખરોલાએ જણાવ્યું હતું કે એરલાઇન્સ 14 મી એપ્રિલ પછી કોઈપણ તારીખ માટે ટિકિટ બુકિંગ લેવામાં આવશે. પણ આજે એરલાઈન્સે 30 તારીખ સુધી બૂકીંગ નહીં લેવાની જાહેરાત કરી છે. 21 દિવસના લોકડાઉનની 25મી માર્ચે જાહેરાત કરવામાં આવી હતી.