મહારાષ્ટ્રમા ત્રણ દિવસનું બાળક કોરોના પોઝીટીવ, જાણો કેવી રીતે લાગુ થયો આ જીવલેણ રોગ?

મહારાષ્ટ્રમાં માત્ર ત્રણ દિવસનું બાળક કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બાળકની સાથે તેની 26 વર્ષની માતા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકનો જન્મ 26 માર્ચે મુંબઇની ચેમ્બુર હોસ્પિટલમાં થયો હતો.

પરિવારે આક્ષેપ કર્યો છે કે કોરોનાથી સંક્રમિત દર્દીને પહેલા પલંગ પર મૂકવામાં આવ્યો હતો, જેના પર નવજાતની માતાને રાખવામાં આવી હતી. જે બાદ નવજાત અને તેની માતા બંનેને મંગળવારે કુર્લા ભાભા હોસ્પિટલ અને ત્યારબાદ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કસ્તુરબા હોસ્પિટલને મુંબઈમાં COVID-19 કેસોનું નોડલ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

જ્યારે ડોક્ટરે તેમને કોરોના વાયરસની તપાસ કરાવવાનું કહ્યું ત્યારે પરિવારને  કોરોના અંગે શંકા ઉપજી હતી. પરિવારનું કહેવું છે કે જ્યારે માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે કોઈ તપાસ કરવામાં આવી ન હતી. બાદમાં તેને બીજા રૂમમાં દાખલ કરવામાં આવી હતી.

નવજાતનાં પિતા રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. હાલમાં તેને કસ્તુરબા હોસ્પિટલમાં કોરોન્ટાઇનમાં કરવામાં આવ્યો છે. જ્યાં 120 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.