સૌરવ ગાંગુલી રામકૃષ્ણ મિશનના બેલૂર મઠમાં 2 હજાર કિલો ચોખા દાન કર્યા

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને ભારતીય ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલી બુધવારે રામકૃષ્ણ મિશનના હેડક્વાર્ટર વેલૂર મઠ પહોંચીને કોરોના વાયરસની મહારાને કારણે મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે 2 હજાર કિલો ચોખાનું દાન કર્યું હતું. ા પહેલા પણ સૌરવ ગાંગુલીએ 50 લાખ રૂપિયાના ચોખાનું દાન કર્યું હતું. સૌરવે એક ટિ્વટ કરીને આ માહિતી આપી હતી.

ગાંગુલીએ ટ્વીટ કર્યું કે, ’25 વર્ષ બાદ વેલૂર મઠ આવ્યો છું, જરૂરિયાતમંદોની મદદ માટે 2 હજાર કિલો ચોખા આપી રહ્યો છું.’ પૂર્વ કેપ્ટન સફેદ ટી-શર્ટ અને ચહેરા પર કાળા રંગનું માસ્ક પહેરીને દેખાયા. જણાવી દઈએ કે, ગાંગુલી અગાઉ પણ કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં 50 લાખ રૂપિયાની કિંમતના ચોખાનું દાન કરી ચૂક્યા છે. વેલૂર મઠમાં તેમણે પૂજારીઓ સાથે ગોલ્ફ કાર્ટમાં બેસીને ભ્રમણે કર્યું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 1700થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 50થી વધુ લોકોના મોત નિપજ્યા છે.