સલામ આ કોરોના કમાન્ડોને : 6 મહિનાનાં ગર્ભ સાથે રાજકોટની મહિલા પોલીસ નસરીન બજાવી રહી છે ફરજ

દેશભરમાં કોરોના વાયરસની મહામારીનું સંક્ટ ચાલી રહ્યું છે. આવા સંકટમાં ફરજપરસ્તીના અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે. આવો જ એક દાખલો રાજકોટની મહિલા કોન્સ્ટેબલ નસરીનો છે. નસરીન હાલમાં 6 માસનું ગર્ભ ધરાવે છે અને કોરોનાનાં લોકડાઉનમાં ફરજ બજાવી રહી છે.

રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમની અડગતા હિમાલય જેવી છે. હાલ 6 માસના ગર્ભ સાથે તેઓ લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવવા પહોંચી જાય છે. જેને કારણે ચિંતિત બનેલો તેનો પરિવાર પણ તેમને તેને કહી રહ્યો છે કે રજા લઇ લે. પરંતુ નસરીન કહે છે કે, રજા નહીં મારી ફરજ પહેલા. આમ તેઓ સાચા રાષ્ટ્રરક્ષકની જેમ પ્રેગ્નન્ટ હોવાછતાં પણ ફરજ ચૂકતા નથી.

રાજકોટમાં લોકોને લોકડાઉનનો અમલ કરાવવા અને લોકોને કોરોનાની બિમારીથી બચાવવા માટે નસરીની ફરજપરસ્તી એક મિસાલ કાયમ કરી રહી છે. નસરીન અંગેનો ફોટ સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે અને લોકો નસરીનની ફરજપરસ્તીને સલામ કરી રહ્યા છે.

👇🏻