પ્રિયંકા ચોપરાએ હવે કોરોના વોરિયર મહિલાઓ માટે દાન કરી આટલી રકમ

કોરોના વાયરસના કારણે દુનિયામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. બોલિવુડ સેલિબ્રિટી હમણા સુધી સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરી રહ્યા હતા અને હવે તેમણે ડોનેટ કરવાનું શરૂ કર્યું છે. આ કામમાં ઈન્ટરનેશનલ સેન્સેશન પ્રિયંકા ચોપરા પણ આગળ આવી છે. આ પહેલા પણ પ્રિયંકાએ વિશ્વભરની અલગ અલગ સંસ્થાઓ તેમજ પીએમ કેર્સ ફંડમાં પોતાનો ફાળો આપ્યો જ છે અને હવે તેણે કોરોનાવાયરસ સામે લડતી મહિલાઓ માટે 1 લાખ ડોલર અર્થાત 76.22 લાખ રૂપિયાની મદદ કરવનાનો નિર્ણય કર્યો છે. આ વાતની માહિતી તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મુકીને આપી છે.

તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર એક ફોટો પણ પોસ્ટ કર્યો છે, તેની સાથે તેણે લખ્યું છે કે અમે સંકટના સમયે પણ સામે આવેલી મહિલાઓને માટે 100000 ડોલર દાન કરી રહ્યા છીએ. જો તમે પણ આવી કોઇ મહિલાઓને ઓળખો છો તો તેને સામે લાવો. તેની કથા અમારી સાથે વહેંચો. તે કઇ સેવામાં છે, કોઇ મોટા બિઝનેસમાં કે પછી નાના ઉદ્યોગની માલિક છે. અમે તેની સાથે આ બાબતને ઉજવણી કરવા માગીએ છીએ. તેણે સાથે જ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે મહિલાઓ પાસે શક્તિ હોય છે, આખી દુનિયાને બચાવવાની અને તેને યથાયોગ્ય કરવાની.

View this post on Instagram

The world needs our help more than ever. These organizations are doing amazing work by helping those impacted by #Covid19. They are feeding the hungry (including children out of school), supporting doctors and first responders, helping low income and homeless communities, and supporting our colleagues in the entertainment industry. Nick and I have already donated to these charities: @unicef, @feedingamerica, @goonj, @doctorswithoutborders, @nokidhungry, @give_india, @sagaftra, @iahvofficial, @friends_of_aseema, and #PMCares Fund. Thank you for everything you are doing. They need your support too, and we would implore you to donate as well. I have linked to each org with a swipe up in my stories…no donation is too small. Together we can help the world beat this. ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, સારા અલી ખાન, વિકી કૌશલ, કેટરીના કૈફસ અનુષ્કા શર્મા સહિતના સેબેલ્સ પીએમ કેર ફંડમાં પૈસા ડોનેટ કરી ચૂક્યા છે. તો પ્રિયંકા આ દરમિયા મહિલાઓના સપોર્ટમાં આગળ આવી છે. જે મહિલાઓ કોઈ પણ રીતે મહામારીને દૂર કરવામાં લાગી છે, પ્રિયંકા તેમની મદદ કરશે. આ માટે તે કુલ 100000 એટલે કે 76,52,000 રૂપિયા ખર્ચ કરશે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ મૂકતાં કહ્યું છે કે, જો કોઈ તેવી મહિલાને જાણે છે, તો તેના વિશે પ્રિયંકાએ ઈન્સ્ટા બાયોમાં એક લિંક મૂકી છે, તેને ચેક કરી શકે છે. આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા આ પહેલા પીએમ કેર ફંડ સહિતની સંસ્થાઓમાં દાન આપી ચૂકી છે.