ગુજરાત માટે રાહતના સમાચાર, ગઈકાલ સાંજથી એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

ગુજરાત માટે રાહતના સમાચાર છે. ગઈકાલ સાંજથી ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો હતો. 87 દર્દીઓનો આંકડો યથાવત રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આગામી સાત દિવસ સુધી વધુને વધુ તકેદારી અને લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવાની તાકીદ કરવામાં આવી છે. કોરોનાનાં દર્દીઓ પૈકી સાત દર્દીઓ સાજા થયા છે.

રાજયના 28 બીજા સેન્ટરો ખાતે આ તાલીમ શરૂ કરી 1400 જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટીલેટર કેરની તાલીમ આપવામાં આવશે. વધુમાં 2367 તબીબો,1300 જેટલા આયુષ,260 ફીજીયોથેરાપીસ્ટ,266 ડેન્ટલ સર્જન અને 5000 જેટલા સ્ટાફ નર્સનેCOVID-19ને લગત આનુષંગિક તાલીમ આપવામાં આવશે.

ક્વોરન્ટાઇનમાં રહેલ વ્યકિતઓનાં શારિરીક તેમજ માનસિક સ્વાસ્થયની સમસ્યાઓ માટે રાજ્યમાં 1100 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને 24X7 કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.

સવારના 10 વાગ્યાથી સાંજના 5 સુધી લેન્ડલાઇન નંબર–079-232-50818 ઉપર પણ ફોન કરી શકાશે. ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે 079-22688028 નંબર ઉપર સવારના 9થી 10ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે.

પહેલી એપ્રિલ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર 434 જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ 4300થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને 1000થી વધુ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.

રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે  તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Applicationશરૂ કરવામાં આવેલ છે.

રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-19) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવી છે.