કોરોના સામે ભારતની અલગ તૈયારી : રેલવેના ડબ્બાઓમાં ઊભા કરાશે 3.2 લાખ આઇસોલેશન બેડ

કોરોનાવાયરસ સામેના જંગમા ચીને 15 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ ઊભી કરીને સૌને અચરજ પમાડ્યું હતું, જો કે ભારતે તેના કરતાં પણ એક મોટું ભગીરથ કહી શકાય તે કામ હાથમાં લીધું છે. હાલમાં દેશમાં કોરોનાના દર્દીઓ વઘી રહ્યા છે ત્યારે દેશ એ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી પૂરજોશથી કરી રહ્યો છે.

ગંભીરમાં ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેલવેના કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવામાં આવી રહ્યા છે અને તેના કારણે આ કોચીસમાં 8-10 હજાર નહીં પણ 3.2 લાખ આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કામમાં કેટલો સમય જશે એ કહેવાયું નથી પણ જે રીતે કામ ચાલી રહ્યું છે તેને ધ્યાને લેતા વિક્રમી સમયમાં કામ પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે.

કોરોના વાયરસ સામે લડવા માટે ભારત તૈયારીઓ કરી રહ્યું છે. આવામાં દેશમાં આઈસોલેશન વોર્ડ બનાવવાનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવેના ડબ્બામાં લાખો બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. આ પહેલા પણ ઘણી તૈયારીઓ કરી લેવામાં આવી છે.

રેલવે 20 હજાર કોચને આઈસોલેશન વોર્ડમાં બદલી રહ્યું છે. આ કોચ કુલ મળીને 3.2 લાખથી વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવશે. કોચને આઈસોલેશન વોર્ડમાં બદલવા માટે સશસ્ત્ર બળ મેડિકલ સેવા, ઘણાં ઝોનના મેડિકલ વિભાગ, આયુષ્માન ભારત, સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ લેવામાં આવી છે.

રેલવેએ જણાવ્યું કે, સૌથી પહેલા 5000 કોચ આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવાનું શરુ કરવામાં આવ્યું છે. જેમાં 80,000 બેડ તૈયાર કરાશે. રેલવે પહેલા બાકી રાજ્યોમાં પણ કોરોના સામે લડાવ માટેની કામગીરી તેજ કરાઈ છે. ગતઅઠવાડિયે ગુજરાતમાં માત્ર 6 દિવસમાં 2200 બેડ બનાવવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં બની હતી.

ચીનની જેમ ભારતમાં પણ 1000 બેડવાળી હોસ્પિટલ બની છે. આ હોસ્પિટલ ઓડિશામાં બનશે. આ કોરોના વાયરસ સામે લડવા માટે દેશની સૌથી મોટી 1000 બેડવાળી હોસ્પિટલ બનશે. કોરોના સામે લડવા માટે ઉદ્યોગપતિ પણ સાથ આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે ત્યાં રિલાયન્સે બે અઠવાડિયામાં 100 બેડની હોસ્પિટલ બનાવી છે. આ કોરોના વાયરસના દર્દીઓ માટે ઉભી કરાઈ છે.