કોરોના સંકટ પર PM મોદીનું તમામ મુખ્યમંત્રીઓને આશ્વાસન, ભેગા થઈને લડીશું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના સંકટ પર તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. દરમિયાનમાં  રાજ્યો દ્વારા લેવામાં આવતા પગલાંની મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. વળી, કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ જણાવી રહી છે. આ પહેલા પીએમ મોદી અનેક ક્ષેત્રના લોકો સાથે કોરોના સંકટ અંગે ચર્ચા કરી ચૂક્યા છે.

મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ જરૂરી ચીજવસ્તુઓ સામાન્ય લોકો સુધી પહોંચાડવા અને તેની માટે કરેલી વ્યવસ્થા અંગે વાત કરી રહ્યા છે. આ સાથે પીએમ મોદી તમામ મુખ્યમંત્રીઓને લોકડાઉનનું કડક રીતે પાલન કરવા જણાવી રહ્યા છે. રાજ્યોને અપીલ કરવામાં આવી રહી છે કે, જે લોકો જમાતમાં ગયા છે, તેઓને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસ સંબંધિત તમામ રાજ્યોની તબીબી સેવાઓ વિશેની માહિતી લઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારોને કઈ વિશેષ સહાયની જરૂરિયાત અંગે જાણકારી મેળવી રહ્યા છે. આ કટોકટીની ઘડીમાં પીએમ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે શક્ય તેટલું વધુ સુમેળ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.