કોરોના લોકડાઉનને લઈ ફરી એક વાર PM મોદી કાલે સવારે નવ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

વડાપ્રધાન મોદી આવતીકાલે નવ વાગ્યે ફરી એકવાર દેશને સંબોધન કરશે. આ પહેલાં પણ તેમણે કોરોનાને લઈ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પ્રથન વખત તેમણે જનતા કર્ફ્યુનું એલાન કર્યું હતું અને ત્યાર બાદ તેમણે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન કર્યું છે. આને કારણે લોકોએ તેમની દુકાનો બંધ રાખી છે અને  મકાનોમાં કેદ થયા છે અને રસ્તાઓ નિર્જન બની ગયા છે. દરમિયાન ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટવિટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું કાલે સવારે 9 વાગ્યે દેશવાસીઓ સાથે એક વીડિયો સંદેશ શેર કરીશ.’ માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીનો આ વીડિયો સંદેશ કોરોના વાયરસ અને લોકડાઉન વિશેનો હોઈ શકે છે.